તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ચાંદણા નજીક કુતરુ આડુ આવતા બાઈક સ્લીપ ખાઈ ગયુ ,1નું મોત

નડિયાદ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મહુધાના બલોલથી ઘરે રઢુ જતી વખતે બનેલી ઘટના

ખેડાના ચાંદણા નજીત અકસ્માતની ઘટના બની છે. જેમાં 1નું મોત થયુ છે. ગામની સીમ નજીક રોડ પર કુતરુ આડુ આવી જતા બાઈકચાલક પોતાની પત્નિ સાથે સ્લીપ ખાઈ ગયો હતો. જેમાં તેની પત્નિનું મોત નીપજ્યુ છે.

આ અંગે મળતી વિગતો અનુસાર રઢુના ડોડીયા ફળિયામાં રહેતા દશરથ અને તેની પત્નિ શીતલ મહુધાના બલોલમાં પોતાના પિયરમાં જવા નીકળ્યા હતા. જ્યાં રાત રોકાઈ 3 મેના રોજ બલોલથી રઢુ ખાતે આવી રહ્યા હતા. જ્યાં ચાંદણા ગામની સીમમાં નવા પેટ્રોલપંપ નજીક તે બાઈક લઈ પસાર થઈ રહ્યો હતો. જ્યાં કુતરુ આડુ આવી જતા તે પોતાના બાઈક પરનો કાબુ ગુમાવતા સ્લીપ ખાઈ ગયો હતો. જ્યાં પાછળ બેઠેલે તેની પત્નિ રોડ પર પટકાઈ હતી અને તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. દશરથે પોતાના પિતાને ફોન કરતા તેઓ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા. જ્યાં રીક્ષામાં બંનેને ખેડાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાં ડૉક્ટરે શીતલને મૃત જાહેર કરી હતી. તેમજ દશરથને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. દશરથના પિતા ખોડાભાઈ સોલંકીએ ખેડા ટાઉન મથકે આ અંગે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો