કોરોના દરમાં ચિંતાજનક રીતે વધારો:લગ્નગાળો અને ચૂંટણીનું ઘાતક કોમ્બિનેશન

નડિયાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડિસેમ્બરમાં નડિયાદમાં 125 જેટલા લગ્નો યોજાયા, 21 ડિસેમ્બર બાદ જિલ્લામાં 136 કેસ

કોરોનાના વધતા કેસો પાછળ ચૂંટણી અને લગ્ન ગાળાનું ઘાતક કોમ્બિનેશન જવાબદાર ગણાવી રહ્યું છે. ત્યારે 21 ડિસેમ્બરે પૂર્ણ થયેલ ચૂંટણી પ્રક્રિયા અને આજ મહિનામાં યોજાયેલ 125 જેટલા લગ્નોત્સવ બાદ નડિયાદ તાલુકામાં કોરોના દર માં ચિંતાજનક રીતે વધારો થયો છે. આ 13 દિવસમાં જિલ્લામાં કુલ 136 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં થી 116 કેસ એક માત્ર નડિયાદ તાલુકાના નોંધાયા છે. આમ ખેડા જિલ્લામાં વધી રહેલા કોરોના કેસોમાં નડિયાદ તાલુકો હોટસ્પોટ બનવા તરફ જઈ રહ્યો છે.

ચૂંટણી અને લગ્ન ગાળાના ખતરનાક કોમ્બિનેશન ને કારણે જિલ્લાના વડામથક નડિયાદમાં કોરોના કેસમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. મળતી વિગતો મુજબ નડિયાદ શહેરમાં ડિસેમ્બર માસ દરમિયાન 125 થી વધુ લગ્નો યોજાયા. તા.3 થી 12 અને તા. 16 થી 18 ડિસેમ્બર માં યોજાયેલ આ લગ્ન પ્રસંગો ને કારણે શહેરના મોટાભાગના પાર્ટી પ્લોટ અને સમાજની વાડીઓ હાઉસ ફુલ થઈ ગયા હતા. જેના કરાણે આ સમયગાળા દરમિયાન 125 જેટલા લગ્નો શહેરમાં યોજાયા હોવાનો અંદાજ લગાવાઈ રહ્યો છે.

બીજી તરફ ચૂંટણીના મેળાવડા અને 21 ડિસેમ્બર ના રોજ મતગણતરીમાં લોકોની ઉમટેલી ભીડ આ તમામ બાબતોને કારણે તા.21 ડિસેમ્બર થી 02 જાન્યુઆરી દરમિયાન જિલ્લામાં 136 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જિલ્લામાં નોંધાયેલા કુલ કોરોના પોઝિટિવ કેસો પૈકી 87 ટકા કેસ નડિયાદ તાલુકાના નોંધાયા છે, જે ચિંતાજનક બાબત છે. જે રીતે જિલ્લામાં કોરોના કેસોમાં વધારો થયો છે, તેના કારણે હવે તંત્ર પણ દોડતું થઈ ગયું છે.

જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણી ની સૂચના મુજબ જિલ્લામાં ટેસ્ટીંગમાં વધારો કરી દેવાયો છે. જેના કારણે હવે નડિયાદના રસ્તા પર ધનવંતરી રથ ફરીથી શરૂ કરવા તંત્ર પ્લાનિંગ કરી રહ્યું છે. બીજી તરફ પોલીસ વિભાગ દ્વારા પણ માસ્કના દંડ અને સોશિયલ ડિસ્ટન્સ બાબતે કેસ કરવાના શરૂ કર્યા છે. ત્યારે આગામી દિવસોમાં જો કોરોના ગાઈડ લાઈનનું પાલન નહિં કરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી માં પણ ઉછાળો જોવા મળશે.

જિલ્લામાં અને નડિયાદ તાલુકાના કેસની વિગત

તારીખજિલ્લાનાનડિયાદ
કેસતાલુકો
22 ડિસે.22
2343
2433
2522
2643
2744
તારીખજિલ્લોતાલુકો
2865
292418
3077
311211
01 જાન.3231
23627
કુલ136116
અન્ય સમાચારો પણ છે...