તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ખેડાના રઢુ ગામનું દંપતિ પોતાના પિયરમાં જઇ રહ્યુ હતુ અને રસ્તામાં ગોઝારો અકસ્માત નડ્યો, પત્નીનું મોત

નડિયાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડાના રઢુ ગામનું દંપતિ પોતાના પિયરમાં જઇ રહ્યુ હતુ અને રસ્તામાં ગોઝારો અકસ્માત નડ્યો, પત્નીનું મોત

ખેડાના રઢુ ગામનું દંપતિ પોતાના પિયરમાં જઇ રહ્યું હતું, તે દરમિયાન ધોળકા રોડ પર ચાંદણા નજીક કુતરુ આડુ ઉતરતા બાઇક ચાલકે સોર્ટ બ્રેક મારતાં પાછળ બેઠેલી મહિલા રોડ પર પટકાતા મૃત્યુ થયું છે. આ અંગે ખેડા ટાઉન પોલીસે ફેટલ અકસ્માતનો ગુનો નોંધી વઘુ તપાસ હાથ ધરી છે.

ખેડા તાલુકાના રઢુ ગામે ડોડીયા ફળીયામાં રહેતા દશરથ સોલંકી ગત રોજ પોતાની પત્ની શીતલ સાથે પોતાની સાસરી મહુધાના બલોલ ગામે જવા નિકળ્યા હતા. પતિ-પત્ની પોતાનું બાઇક લઈને સાંજના સમયે જતાં હતા ત્યારે ખેડાના ધોળકા રોડ પર ચાંદણા નજીક કુતરૂ આડુ ઉતરતા બાઇક ચાલક દશરથે એકાએક સોર્ટ બ્રેક મારી હતી. જેના કારણે મોટર પાછળ બેઠેલી તેમની પત્ની શીતલ રોડ પર પટકાઇ હતા. જેથી તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અકસ્માતના પગલે અહીંયાથી પસાર થતાં અન્ય વાહન ચાલકોએ પોતાનું વાહન અટકાવી આ અકસ્માત ગ્રસ્તના મદદે આવ્યા હતા. જે બાદ ગંભીર રીતે ઘવાયેલી મહિલાને રિક્ષા મારફતે ખેડા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતાં ત્યાં ફરજ પરના તબીબે આ મહિલાને મૃત જાહેર કરી હતી. આ અંગે ખોડાભાઈ સોલંકીની ફરિયાદના આધારે ખેડા ટાઉન પોલીસે ફેટલ અકસ્માતનો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો