તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદમાં પથ્થરમારો:પાંચ હાટડી વિસ્તારમાં ગટર ઉભરાવવા મુદ્દે નમાઝના સમયે એક જ કોમના બે જૂથો બાખડ્યા, 10 ઘાયલ

નડિયાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શહેરના પાંચ હાટડી કેટલીન બ્લિડિંગ વિસ્તારમાં અંગત અદાવતની રીસ રાખી એક જ કોમના લોકો બાખડ્યાં
 • ભારે પથ્થરમારો થતાં તંગદિલી સર્જાઈ પોલીસ પહોંચી સ્થિતિને કાબુમાં લીધી

નડિયાદ શહેરના પાંચ હાટડી વિસ્તારમાં શુક્રવારે બપોરના સમયે ગટર ઉભરાવવા પ્રશ્નને લઇને બે જૂથો સામસામે આવી ગયા હતા. ઉગ્ર બોલાચાલી બાદ સામસામે ભારે પથ્થરમારો થયો હતો. બે ટોળાં હિંસક બન્યા બાદ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને ટોળાંને વિખેરીને સ્થિતીને કાબુમાં લીધી હતી. અથડામણમાં પોલીસ કર્મચારી સહિત 10 થી વધુ લોકોને ઇજા થઇ હતી. જે તમામને 108 એમ્બ્યુલન્સ વાનમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

શહેરના પાંચ હાટડી વિસ્તારમાં પથ્થરમારો
શહેરના પાંચ હાટડી વિસ્તારમાં પથ્થરમારો

ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. હાલમાં આ મામલે નડિયાદ શહેર પોલીસ દ્વારા ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં શહેરના પાંચ હાટડી વિસ્તારમાં ખાટકી તેમજ વ્હોરા સમાજના લોકો રહે છે. શુક્રવારે સવારે યુવકો કહેવા ગયા બાદ બપોરમાં નમાઝના સમયે ટોળું પહોંચ્યું હતું અને બોલાચાલી કર્યા બાદ યુવકને ઘરની બહાર ઢસડી લાવીને તેને માર માર્યો હતો અને બાદમાં આ ઘટના જૂથ અથડામણમાં ફેરવાઇ હતી. આ મામલે નડિયાદ શહેર પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

પાંચ હાટડી વિસ્તારમાં પથ્થરમારા બાદ સ્થાનિક રહિશો ઉમટી પડ્યા હતાં. ઇન્સેટમાં ઇજાગ્રસ્ત મહિલા નજરે પડે છે.
પાંચ હાટડી વિસ્તારમાં પથ્થરમારા બાદ સ્થાનિક રહિશો ઉમટી પડ્યા હતાં. ઇન્સેટમાં ઇજાગ્રસ્ત મહિલા નજરે પડે છે.

પથ્થરમારો થતાં બાળકોની સાથે કેટલીક મહિલાઓ પણ ઘવાઈ
નડિયાદ શહેરના પાંચ હાટડી વિસ્તારમાં શુક્રવારની બપોરે ભારે પથ્થરમારો થતાં આ વિસ્તારમાં તંગદિલી સર્જાઈ છે. એક જ કોમના લોકો બાખડતાં મામલો બિચક્યો હતો. ઘટનાની જાણ નડિયાદ ટાઉન પોલીસને થતાં પોલીસનો કાફલો તુરંત બનાવ સ્થળે આવી પહોંચી સ્થિતિને કાબુમાં લીધી હતી. આ ઘટનામાં આશરે 12થી વધુ લોકો ઘવાતાં તેઓને એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ પથ્થરમારામાં કેટલાક વાહનોને પણ સામાન્ય નુકસાન થયું છે. પોલીસે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે મદ્રેસામાં ભણી રહેલા બાળકો પર એકાએક હુમલો કરતાં મામલો બિચક્યો અને એ બાદ પથ્થરમારો થતાં બાળકોની સાથે સાથે કેટલીક મહિલાઓ પણ ઘવાઈ છે. આ ઘટનામાં બન્ને પક્ષની ફરિયાદમાં શું લખાય છે તે જોવું રહ્યું.

પાલિકાને રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી કરાતી નથી
પાલિકાને રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી કરાતી નથી

પશુઓના અવશેષોનો ગટરમાં નિકાલ કરતા હોવાની લોકોમાં ચર્ચા
કતલખાના બંધ હોવાથી અને કોરોના સંક્રમણની ભિતીને કારણે ઘરમાં માંસાહાર રાંધવા માટે બજારમાંથી પશુ લાવ્યા બાદ ઘરમાં જ તેનું કટિંગ કરીને તેના અવશેષોનો ઘરની ગટરમાં જ નિકાલ કરી દેવામાં આવતો હોવાને કારણે ગટર ચોકઅપ થતી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો