તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંગીત સંધ્યા:કુંટુબથી ક્વોરન્ટાઈન થઈ ચૂકેલા વૃદ્ધાશ્રમના વૃદ્ધો માટે સંગીત કાર્યક્રમનું આયોજન કરાયું

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વસો તાલુકાના પીજ જલારામ વૃદ્ધાશ્રમ ખાતે મ્યુઝિકલ કાર્યક્રમ યોજાયો

કોરોના હળવો થતાં જન જીવન પુનઃ પાટે આવી રહ્યું છે. ભયભીત બનેલા લોકો થોડા ઘણાં અંશે હળવાશ અનુભવી રહ્યા છે. ત્યારે આ સ્થિતિમાં કોરોનાની માનસિક અસર પણ આપણાં જીવનમાં પડી છે. ખાસ કરીને વૃધ્ધ વડીલો અને બાળકો પર તેની વિપરીત અસર પડી છે. જ્યારે વૃદ્ધાશ્રમમાં રહેતા લોકોને મનોરંજન મળી રહે અને આ કોરોનાના કાળ ચક્રમાંથી બહાર આવે તેવા પ્રયાસો સમાજની અનેક સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે નડિયાદની એક મ્યુઝિકલ ગૃપે ઘરડા ઘરમાં જઈ વૃધ્ધોને સંગીત પીરસ્યું છે. જેમાં વૃધ્ધો ઝુમી ઉઠ્યાં હતા.

વસો તાલુકાના પીજ જલારામ વૃદ્ધાશ્રમ ખાતે નડિયાદના મ્યુઝિકલ વૃંદ ગૃપે સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજ્યો હતો. કોરોનાના કાળ ચક્રમાં સમાજ અને પોતાના કુટુંબથી ક્વોરોનટાઈન થયેલા ઘરડા ઘરના લોકોની તે સમયે કફોડી સ્થિતિ હતી. આ સમયે દરેક વૃધ્ધના ચહેરા પરથી સ્મીત પણ ગાયબ થઈ ગયા હતા. હવે જ્યારે કોરોના હળવો થયો છે વાતાવરણ પહેલાની માફક બની રહે અને પહેલાની જેમજ દરેક વૃધ્ધ વડિલોના સ્મિત પાછા ફરે તે હેતુથી આ સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો.

આ સમયે જુના ફિલ્મી ગીતોને વાગોળવામાં આવ્યા હતા. આથી સૌ વડીલો સંગીતના ધૂને ઝુમી ઉઠ્યા અને યુવાનીના દિવસો યાદ આવી ગયા હતા. આ પ્રસંગે સંસ્થાના હોદ્દેદારો, ગૃપના સભ્યો અને બહોળી સંખ્યામાં વડીલો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...