તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ચલાલીમાં સગીરાને માર મારતા આરોપી વિરુદ્ધ ફરીયાદ નોંધાઇ

ચકલાસી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સગીરા કુદરતી હાજતે ગઇ ત્યારે તેને પકડી માર માર્યો

ચલાલીના જૂના ફળિયામાં સગીરા સાથે પાડોશીએ મારામારી કરતાં ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદમાં સગીરાની માતા લક્ષ્મીબેન તળપદાએ જણાવ્યું હતું કે, તેમની 17 વર્ષિય દીકરી કાજલ તેમની સાસુ સાથે જૂના ફળિયામાં રહે છે. તેનો ફોન આવ્યો હતો કે, અજય શનાભાઈ તળપદા ઘરની સામે ઉભો રહીને ગંદી ગાળો બોલે છે. આ વાતની જાણ થતાં લક્ષ્મીબેન તેમની સાસુંના ઘરે ગયા હતા. જ્યાં અજયને ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઈને તે કાજલને મારમારવા જતો હતો.

બાદમાં સાંજના સમયે જ્યારે તેઓ તેના ઘરે આ વાતને લઈ ઠપકો આપવા ગયા હતા, ત્યારે પણ આરોપી અજયે તેમને ગાળો ભાંડીને મારવા માટે ઈંટ ઉગામી હતી. આ ઘટના બાદ જ્યારે દીકરી કાજલ હાજતે ગઈ ત્યારે બહારથી અચાનક બૂમાબૂમ થઈ ગઈ હતી. ત્યાં જોતા અજય કાજલને ગાળો બોલતો હતો અને તેને પકડીને માર મારતો હતો. આ જોઈ બધા ત્યાં આવી પહોંચ્યાં અને કાજલને વધુ મારથી બચાવી હતી.

પરંતુ ઉશ્કેરાયેલા અજયે વાત ના માનતા અમને પણ મારવા માટે ઈંટ પકડી હતી અને દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તે દરમિયાન દીકરીના જીવને જોખમ લાગતા તેઓ ત્યાંથી જતા રહ્યાં હતા. આમ, ગાળો બોલવાની ના પાડતાં આરોપીએ સગીરાને મારતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...