તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વસો ગામે મંદિરે પાણી ચઢાવવા જતાં દસ સામે ફરિયાદ નોંધાઇ

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધાર્મિક પ્રસંગ ઉજવવા જતી વેળાએ પોલીસ ત્રાટકી

ખેડા જિલ્લાના વસો ધાર્મિક પ્રસંગ ઉજવવા જઈ રહેલા 10 સામે પોલીસે ગુનો નોંધ્યો છે. સામાજિક પ્રસંગોનું પ્રમાણ ઓછુ થયા બાદ હવે અચાનક ધાર્મિક પ્રસંગો, પૂજા-પાઠની પ્રવૃતિઓમાં વધારો થતા પોલીસે તેના સંચાલક જવાબદારો સામે લાલ આંખ કરી છે. વસોમાં પોલીસ ધાર્મિક પ્રસંગ પર ત્રાટકી છે. વસોમાં બજારમાં લોકો ભેગા થઈ જાણીતા મંદિરે પાણી ચઢાવી ઉજવણી કરવા માટે જઈ રહ્યા હતા.

આ સમયે પોલીસે ઉજવણી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યા બાબતે પૂછપરછ કરતા સંતોષકારક જવાબ મળ્યો ન હતો. તેમજ આ ઉજવણીમાં જાહેરનામાંનો ભંગ થતો જોઈ પોલીસે તમામ ઈસમોની પૂછપરછ કરતા તેમનું નામ રોહિતભાઈ, સુરેશભાઈ, ગીરીશભાઈ, કમલેશભાઈ, અરૂણભાઈ, પીન્ટુભાઈ, કલ્પેશભાઈ, ભરતભાઈ તળપદા તમામ રહે વસો તેમજ લક્ષ્મણભાઈ અને અજયભાઈ હોવાનું જણાયુ હતુ. પોલીસે તમામ લોકોની અટકાયત કરી તેમની વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...