તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Nadiad
 • A Complaint Was Lodged At Kheda Town Police Station After Three Persons Beat Up A Man In Kheda's Radhu Village Out Of Resentment Over Elections.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝઘડો:ખેડાના રઢુ ગામમાં ચૂંટણીની અદાવત રાખી ત્રણ શખ્સોએ એક વ્યક્તિને માર મારતાં ખેડા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

નડિયાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 26મી માર્ચના રોજ આ અંગેની રીસમાં આરોપીએ ઝઘડો કર્યો હતો

તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અદાવત રાખી ખેડાના રઢુ ગામમાં ઝઘડો થયો છે. ત્રણ શખ્સોએ એક સંપ થઈ એક વ્યક્તિ સાથે મારમારી કરતાં આ અંગેની ફરિયાદ ખેડા ટાઉન પોલીસ મથકે નોંધાઇ છે.

ખેડા તાલુકાના રઢુ ગામે ભોઈ વાસમાં રહેતા ગીનુસોલંકી તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં પ્રચાર કરતાં હતા. તેમના મામાની દિકરીના જેઠાણી તાલુકા પંચાયતની સીટ પરથી ચૂંટણી લડી રહ્યા હતા. જેનો પ્રચાર અર્થે ગીનુ ફરતા હતા. તે બાબતની ગામમાં રહેતા સંદિપ રાવલે રીસ રાખી હતી.

ગત 26મી માર્ચના રોજ આ અંગેની રીસમાં સંદિપે ગીનુ સાથે ઝઘડો કર્યો હતો. આ ઝઘડો જોતજોતામાં મારામારીમાં પરીણમ્યો હતો. સંદિપ અને તેના મળતિયાઓ ભેગા મળીને ગીનુને મારમાર્યા હતાં. આ અંગે ગીનુભાઈએ સંદિપ અને અન્ય બે શખ્સો સામે કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો