નડિયાદના ઝારોલ ગામમાં આવેલી સર્વે નં. 229ની જમીન ખોડાભાઈ મોહનભાઈ સોલંકી, રમણભાઈ ગાંડાભાઈ સોલંકી, મનુભાઈ ગાંડાભાઈ સોલંકી અને દશરથભાઈ ગાંડાભાઈ સોલંકી પાસેથી દોઢેક વર્ષ પહેલા નડિયાદમાં રહેતા રેખાબેન ઉર્ફે રંજનબેન ગણેશભાઈ પ્રજાપતિ દ્વારા વેચાણ લેવાનું નક્કી કરાયુ હતુ. જમીનની કિંમત 21.51 લાખ નક્કી કરી 7/2/2021ના રોજ 7 લાખ ચૂકવી વકીલ મારફતે બાનાખત કરાવાયો હતો. બાકીના 14.51 લાખ દસ્તાવેજ વખતે આપવાનું નક્કી કરાયુ હતુ. ત્યારબાદ લોકડાઉન આવી જતા દસ્તાવેજની કામગીરી અટકી ગઈ હતી.
લોકડાઉનમાં રાહત મળતા રંજનબેન વતી તેમના પતિ દ્વારા 19/5/2021ના રોજ વસો મામલતદાર કચેરી ખાતે અવેજની રકમ ચૂકવી દસ્તાવેજ કરાયો હતો.દસ્તાવેજ કરાયા બાદ ખોડાભાઈ, રમણભાઈ, મનુભાઈ અને દશરથભાઈ દ્વારા રંજનબેનને તેમને વેચાણ રાખેલી જમીનમાં જવા દીધા નહોતા. તેમજ બાકીના 15 લાખ ચૂકવો તેમ જણાવ્યુ હતુ. જેથી આ મુદ્દે રંજનબેન દ્વારા 6/4/2021ના રોજ લેન્ડ ગ્રેબિંગ એક્ટ અન્વયે જિલ્લા કલેક્ટર સમક્ષ અરજી કરી હતી. 15/5/2021ના રોજ કલેક્ટર કચેરી ખાતે મળેલી કમિટિની બેઠકમાં ચારેય સામે ફરિયાદ દાખલ કરવા હુકમ કરાયો હતો. જેથી આ મુદ્દે આજે વસો પોલીસ મથકે ચારેય ઈસમો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અન્વયે ફરિયાદ નોંધાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.