મહેમદાવાદમાં આજે કોરોનાનો નવો 1 કેસ મળ્યો છે. સિંહુજ ગામનો 20 વર્ષિય યુવાન કોરોનાની ઝપેટમાં આવ્યો હોવાનું આરોગ્ય સૂત્રોએ જણાવ્યુ છે. જિલ્લામાં કોરોનાની સારવાર લેતા દર્દીની સંખ્યા વધીને 4 થઈ છે. ઘણા લાંબા સમય પછી કોરોનાના નવા કેસ સામે આવવાની શરૂઆત થઈ છે. જિલ્લામાં રવિવારે જ નવા બે કોરોના કેસ નોંધાયા હતા. તેના આગળના દિવસોમાં એક કેસ નોંધાયો હતો. ત્યારે હવે કોરોનાના કેસ મહદઅંશે વધતા ફરી ચિંતાના વાદળો ઘેરાયા છે.
આ સાથે જ અત્યાર સુધીના કુલ કોરોના દર્દીની સંખ્યા 10,421 થઈ છે. જ્યારે રજા અપાયેલા દર્દીની સંખ્યા 10,369 છે. આજે 1523 કોરોના સેમ્પલ લેવાયા છે. જેના રીપોર્ટ પેન્ડીંગ છે. સારવાર હેઠળના 4 દર્દી પૈકી 1 નડિયાદ સિવિલ, 1 ખાનગી હોસ્પિટલ અને 2 હોમ આઈસોલેશન છે. જેમાં 12,726 લોકોનું વેક્સીનેશન કરાયુ છે. અત્યાર સુધી કુલ 10.57 લાખ લોકોને રસી અપાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.