હુમલો:લકઝરી બસના કાચ તોડી ડ્રાઈવરને ધમકી આપતા 3 સામે ગુનો નોંધાયો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મ.પ્ર.થી અમદાવાદ આવતી બસ રસ્તામાં બગડતા મુસાફરે પૈસા પરત માંગ્યા હતા
  • ડ્રાઇવરે પૈસા પરત ન આપતા મુસાફરે અન્ય મિત્રોને બોલાવી હુમલો કર્યો

મધ્યપ્રદેશના ભૈડ ખાતેથી અમદાવાદ આવવા માટે તા.18 ડિસેમ્બરના રોજ નિકળેલ લક્ઝરી બસ પર બસના જ મુસાફરે હુમલો કરી ડ્રાઇવરને જાનથી મારી નાખવાની ધમકી આપતા કઠલાલ પોલીસ મથકે ગુનો નોંધાયો છે. રસ્તામાં બસ બગડી હોઈ મુસાફરે ટીકીટના પૈસા પરત માંગ્યા હતા, પરંતુ ડ્રાઇવરે રૂપિયા પરત આપવાનો ઇન્કાર કર્યો હતો. જેથી ગુસ્સે ભરાયેલ મુસાફરે કઠલાલ ટોલ નાકા પાસે પોતાના મિત્રની કાર બોલાવી ટોલ પ્લાઝાથી દુર પહોંચી ટ્રાવેલ્સની બસ ઉભી રખાવી રસ્તા વચ્ચે ઝઘડો કર્યો હતો.

ટ્રાવેલ્સના ડ્રાઈવર રાધેશ્યામ રતનસિહ નાયક ઉ.34 એ કઠલાલ પોલીસ મથકે આપેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે તે પોતાની ટ્રાવેલ્સ બસ નં.જીજે.01.એચ.ટી.4603 લઇ મધ્ય પ્રદેશના ભૈડ થી અમદાવાદ 35 પેસેન્જર સાથે આવવા નીકળ્યો હતો. ત્યારે રસ્તામાં ગુનાહ ખાતે તેની બસ બગડી હતી. બસ બગડતા એક મુસાફરે ટિકિટના રૂપિયા પરત માંગત્યા હતા. પરંતુ ડ્રાઇવરે જણાવ્યું હતુ કે ‘જે ઓફિસમાં બુકિંગ કરાવ્યું હોય ત્યાથી રૂપિયા પરત મળે.’ જેથી મુસાફર ગુસ્સે ભરાયો હતો. બસ રિપેર થવામાં વાર લાગતા મુસાફરે ફરી ડ્રાઇવર જોડે ઝઘડો કર્યો હતો.

બસ ઉપડ્યા બાદ સવારે 10.30 વાગ્યાની આસપાસ કઠલાલ ટોલ પ્લાઝા પાસે પહોચતા બે મુસાફર બસમાંથી ઉતરી આગળ ઉભેલ કારમા બેસી ગયા હતા. જે બાદ ટોલ પ્લાઝાથી 3 કિ.મી દુર લક્ઝરી બસ આવતા જ કાર ચાલકે લક્ઝરી બસની આગળ કાર ઉભી કરી દીધી હતી. અને તેમાંથી 3 જેટલા 30 થી 35 વર્ષા ઈસમોએ ઉતરી બસના કાંચ તોડી નાખ્યા હતા. તેમજ ડ્રાઈવરના કેબિનમાં ઘૂસી ‘તે અમને મુસાફરી દરમ્યાન બહુ હેરાન કર્યા છે, તારા ટાંટીયા ભાગી નાખીશું’ કહી ગળદા પાટુનો માર માર્યો હતો. જે બાબતે ડ્રાઈવર રાધેશયામ નાયકે કઠલાલ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે 3 અજાણ્યા ઇસમો વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...