તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વજેવાલમાં બાઈકની ના પાડતા ઈંટ મારી હુમલો, ઠાસરા પોલીસની શખ્સ સામે ફરિયાદ

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઠાસરા તાલુકાના વજેવાલમાં બાઇક આપવાની ના પાડતાં ઉશ્કેરાયેલા શખ્સે યુવકને ઇંટ મારી દેતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ઠાસરા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ઠાસરાના વજેવાલમાં રહેતા તખતભાઇ ઉદાભાઇ રાઠોડ રાત્રિના સમયે ગલ્લે મસાલો ખાવા ગયા હતા.આ સમયે આકાશ રામાભાઇ રાઠોડ ત્યાં આવ્યો હતો અને તેણે તખતભાઇ પાસે તેમનું બાઇક માંગતા તેમણે બાઇક આપવાની ના પાડી હતી. જેને કારણે આકાશ ઉશ્કેરાઇ ગયો હતો અને અપશબ્દો બોલીને, ઇંટનો ટુકડો લઇ તખતભાઇને માથામાં મારી દેતાં તેમને ઇજા થઇ હતી. જેને પગલે ઈજાગ્રસ્ત આધેડને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મામલે ઠાસરા પોલીસે આકાશ રાઠોડ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...