• Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • 9 Lakh 95 Thousand 745 Voters In Kheda District Will Decide 432 Gram Panchayat Sarpanches, Find Out How Many Voters And Members Are By Taluka

ચૂંટણીનો તકતો ગોઠવાયો:ખેડા જિલ્લામાં 9 લાખ 95 હજાર 745 મતદારો કરશે 432 ગ્રામ પંચાયતોના સરપંચોનો ફેસલો, જાણો તાલુકા પ્રમાણે ક્યા કેટલા મતદારો અને સભ્યો છે

નડિયાદ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 29મી નવેમ્બરે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાશે
  • 10 તાલુકા પૈકી સૌથી વધુ કપડવંજ પંથકના ગામડાઓમાં ચૂંટણી તો મતદારોની સંખ્યામાં નડિયાદ પંથકમાં સૌથી વધું

ખેડા જિલ્લાની 432 ગ્રામ પંચાયતની ચૂંટણીને લઇ રાજકીય ગતિવિધિ તેજ બની છે. આચાર સંહિતાના અમલના પગલે હાલ કોઇ કાર્યક્રમો કરવામાં આવતા નથી. પરંતુ નેતાઓની ગામડાંઓમાં તરફ અવર-જવર વધી ગઈ છે. તો આ તરફ ગામડાઓમાં ઘેર- ઘેર ખાટલા પરીષદોની જમાવટ થઈ છે. ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોએ ચૂંટણીની રણનીતિ તૈયારી કરી દીધી છે. જિલ્લાના કુલ 9 લાખ 95 હજાર 745 મતદારો 432 ગ્રામ પંચાયતોના સરપંચોનો ફેસલો કરવા તૈયાર થઈ ચૂક્યા છે. જે મુજબનો તકતો પણ સંપૂર્ણ પણે ગોઠવવા ઉમેદવારોએ કામગીરી આરંભી દીધી છે.

રાજ્ય ચૂંટણી આયોગે રાજ્યના 10,879 ગામડાઓની ચૂંટણી યોજવા માટેની તારીખ જાહેર કરી દીધી છે. આ વચ્ચે ખેડા જિલ્લાના 10 તાલુકાઓના કુલ 432 ગામડાઓમાં સામાન્ય ચૂંટણી યોજાશે. આગામી 19મી ડીસેમ્બરના રોજ આ ચૂંટણી માટે મતદાન થશે. જેના કારણે રાજકીય નેતાઓની રાતોરાત ગામડાઓ તરફ અવર-જવર વધી છે. મતદારોને રીઝવવા તેમજ ચૂંટણી અંગેની રણનીતિ તૈયાર કરવા ભાવિ ઉમેદવારોએ તકતો તૈયાર કર્યો છે. જ્યારે આ બાજુ ભાવિ ઉમેદવારો અને ટેકેદારોએ ખાટલા પરીષોદોનો દોર પણ શરુ કરી દીધો છે.

જિલ્લાના 10 તાલુકાઓની આકંડાકીય માહિતી

નડિયાદ તાલુકો

નડિયાદ તાલુકાના કુલ 49 ગ્રામ પંચાયતોના વોર્ડના સભ્યો 488 છે. જ્યારે મતદાન મથકો 205 અને તાલુકા મથકે ઉપલબ્ધ મત પેટીઓ 750 છે. તો ચૂંટણી અધિકારીની સંખ્યા 11 અને મદદનીશ ચૂંટણી અધિકારી 11 છે. આ ઉપરાંત અહીંયા 1,74,432 કુલ મતદારો છે. જેમાં 90,534 પુરૂષ અને 83,894 સ્ત્રી તથા 4 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.

માતર તાલુકો
માતર તાલુકાના કુલ 32 ગ્રામ પંચાયતોના વોર્ડના સભ્યો 284 છે. જ્યારે મતદાન મથકો 88 અને તાલુકા મથકે ઉપલબ્ધ મત પેટીઓ 130 છે. તો ચૂંટણી અધિકારીની સંખ્યા 8 અને મદદનીશ ચૂંટણી અધિકારી 8 છે. આ ઉપરાંત અહીંયા 72,298 કુલ મતદારો છે. જેમાં 37272 પુરૂષ અને 35024 સ્ત્રી તથા 2 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.

ખેડા તાલુકો
ખેડા તાલુકાના કુલ 28 ગ્રામ પંચાયતોના વોર્ડના સભ્યો 242 છે. જ્યારે મતદાન મથકો 73 અને તાલુકા મથકે ઉપલબ્ધ મત પેટીઓ 0 છે. તો ચૂંટણી અધિકારીની સંખ્યા 7 અને મદદનીશ ચૂંટણી અધિકારી 7 છે. આ ઉપરાંત અહીંયા 60,177 કુલ મતદારો છે. જેમાં 30947 પુરૂષ અને 29229 સ્ત્રી તથા 1 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.

મહેમદાવાદ તાલુકો
મહેમદાવાદ તાલુકાના કુલ 59 ગ્રામ પંચાયતોના વોર્ડના સભ્યો 548 છે. જ્યારે મતદાન મથકો 187 અને તાલુકા મથકે ઉપલબ્ધ મત પેટીઓ 310 છે. તો ચૂંટણી અધિકારીની સંખ્યા 11 અને મદદનીશ ચૂંટણી અધિકારી 11 છે. આ ઉપરાંત અહીંયા 1,38,487 કુલ મતદારો છે. જેમાં 71362 પુરૂષ અને 67120 સ્ત્રી તથા 5 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.

મહુધા તાલુકો
મહુધા તાલુકાના કુલ 37 ગ્રામ પંચાયતોના વોર્ડના સભ્યો 322 છે. જ્યારે મતદાન મથકો 93 અને તાલુકા મથકે ઉપલબ્ધ મત પેટીઓ 480 છે. તો ચૂંટણી અધિકારીની સંખ્યા 9 અને મદદનીશ ચૂંટણી અધિકારી 9 છે. આ ઉપરાંત અહીંયા 76,686 કુલ મતદારો છે. જેમાં 39577 પુરૂષ અને 31109 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે.

કઠલાલ તાલુકો
કઠલાલ તાલુકાના કુલ 49 ગ્રામ પંચાયતોના વોર્ડના સભ્યો 454 છે. જ્યારે મતદાન મથકો 162 અને તાલુકા મથકે ઉપલબ્ધ મત પેટીઓ 550 છે. તો ચૂંટણી અધિકારીની સંખ્યા 8 અને મદદનીશ ચૂંટણી અધિકારી 8 છે. આ ઉપરાંત અહીંયા 1,29,908 કુલ મતદારો છે. જેમાં 66378 પુરૂષ અને 63524 સ્ત્રી તથા 6 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.

કપડવંજ તાલુકો
કપડવંજ તાલુકાના કુલ 98 ગ્રામ પંચાયતોના વોર્ડના સભ્યો 826 છે. જ્યારે મતદાન મથકો 217 અને તાલુકા મથકે ઉપલબ્ધ મત પેટીઓ 1481 છે. તો ચૂંટણી અધિકારીની સંખ્યા 16 અને મદદનીશ ચૂંટણી અધિકારી 16 છે. આ ઉપરાંત અહીંયા 1,69,360 કુલ મતદારો છે. જેમાં 87551 પુરૂષ અને 81806 સ્ત્રી તથા 3 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.

ઠાસરા તાલુકો
ઠાસરા તાલુકાના કુલ 46 ગ્રામ પંચાયતોના વોર્ડના સભ્યો 386 છે. જ્યારે મતદાન મથકો 102 અને તાલુકા મથકે ઉપલબ્ધ મત પેટીઓ 436 છે. તો ચૂંટણી અધિકારીની સંખ્યા 10 અને મદદનીશ ચૂંટણી અધિકારી 10 છે. આ ઉપરાંત અહીંયા 86,860 કુલ મતદારો છે. જેમાં 44888 પુરૂષ અને 41972 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે.

ગળતેશ્વર તાલુકો
ગળતેશ્વર તાલુકાના કુલ 19 ગ્રામ પંચાયતોના વોર્ડના સભ્યો 166 છે. જ્યારે મતદાન મથકો 61 અને તાલુકા મથકે ઉપલબ્ધ મત પેટીઓ 104 છે. તો ચૂંટણી અધિકારીની સંખ્યા 5 અને મદદનીશ ચૂંટણી અધિકારી 5 છે. આ ઉપરાંત અહીંયા 37,342 કુલ મતદારો છે. જેમાં 19247 પુરૂષ અને 18095 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે.

વસો તાલુકો
વસો તાલુકાના કુલ 15 ગ્રામ પંચાયતોના વોર્ડના સભ્યો 146 છે. જ્યારે મતદાન મથકો 45 અને તાલુકા મથકે ઉપલબ્ધ મત પેટીઓ 105 છે. તો ચૂંટણી અધિકારીની સંખ્યા 5 અને મદદનીશ ચૂંટણી અધિકારી 5 છે. આ ઉપરાંત અહીંયા 50,195 કુલ મતદારો છે. જેમાં 25860 પુરૂષ અને 24334 સ્ત્રી તથા 1 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.

આમ જિલ્લાના 10 તાલુકાના કુલ 432 ગ્રામ પંચાયતોના વોર્ડના સભ્યો 3862 છે. જ્યારે મતદાન મથકો 1233 અને તાલુકા મથકે ઉપલબ્ધ મત પેટીઓ 4346 છે. તો ચૂંટણી અધિકારીની સંખ્યા 90 અને મદદનીશ ચૂંટણી અધિકારીની સંખ્યા 90 છે. આ ઉપરાંત જિલ્લાના 9 લાખ 95 હજાર 745 મતદારો છે. જેમાં 5,13,616 પુરૂષ અને 4,82107 સ્ત્રી તથા 22 અન્ય મતદારો 432 ગ્રામ પંચાયતોના સરપંચોનો ફેસલો કરશે. આગામી 29મી નવેમ્બરે જાહેરનામું બહાર પાડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...