તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:નડિયાદમાં ઝાડા-ઉલ્ટીમાં સપડાયેલા 106માંથી 90 દર્દીને રજા અપાઈ, હવે માત્ર 16 દર્દી દાખલ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરના મંજીપુરા રોડ, કનીપુરા, સાઈબાબા નગર, જવાહરનગરમાં કેસો ઘટ્યા

નડિયાદમાં કોરોના બાદ કોલેરની લહેર ઉઠી હતી. નડિયાદ શહેરના મુખ્ય ત્રણ એક વિસ્તારોમાંથી ઝાડા ઉલ્ટીના શંકાસ્પદ કેસો સામે આવતાં કલેક્ટરે નડિયાદ શહેરને કોલેરા ભય ગ્રસ્ત જાહેર કર્યુ છે. જે બાદ નડિયાદ સિવિલમાં ઝાડ ઉલ્ટીના કેસોથી હોસ્પિટલ ઉભરાઈ હતી ઝાડા ઉલ્ટીના આશરે 106 જેટલા દર્દીઓ દાખલ થયા હતા. જોકે અત્યારે માત્ર 16 દર્દીઓ જ દાખલ છે બાકીના 90 દર્દીઓને રજા આપવામાં આવી હોવાનું આરોગ્ય વિભાગ તરફથી જાણવા મળ્યું છે.

નડિયાદ શહેરમાં ઝાડા ઉલ્ટીના કેસો સામે આવતાની સાથે જ આરોગ્ય તંત્ર સામે વધુ એક પડકાર ફેંકાયો હતો. જે બાદ જીલ્લા વહીવટી તંત્રએ જાહેરનામું બહાર પાડી નડિયાદ શહેર અને તેના 10 કિલોમીટર આજુબાજુના વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરનામાનો અમલ આગામી એક માસ સુધી રહેશે તેમ ખેડા કલેકટરે જણાવ્‍યું છે.

નડિયાદ સિવિલ હોસ્પિટલમાં દસ દિવસ માં ઝાડા ઉલ્ટીના શંકાસ્પદ કેસો આવવાની શરૂઆત થતાં આરોગ્ય તંત્ર પણ દોડતું થઇ ગયું છે. અત્યાર સુધી કુલ 106 વ્યક્તિઓ ઝાડ-ઉલ્ટીની જપેટમાં આવી જતાં તમામને નડિયાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી. આ ઝાડા ઉલ્ટીના કેસો જે સામે આવ્યા છે તે વિસ્તારની વાત કરવામાં આવે તો નડિયાદના મંજીપુરા રોડ, કનીપુરા, સાઈબાબાનગર, જવાહરનગર વિસ્તારોના રહીશો આ રોગચાળાના શિકાર બન્યા છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ 106 વ્યક્તિઓ માથી અત્યાર સુધીમાં 90 વ્યક્તિઓને રજા આપવામાં આવી છે અને માત્ર 16 દર્દીઓ જ સારવાર હેઠળ છે આ વિસ્તારમાં દિવસના માત્ર બે દર્દી નવા નોધાય છે. તે પણ શંકાસ્પદ કોલેરાના છે આમ નડિયાદમાં કોલેરા ના રોગચાળાએ માથુ ઊંચક્યા બાદ આરોગ્ય તંત્રની ટીમ કામે લાગતા ધીમે ધીમે કેસ ધ્ટી રહ્યા છે

ખેડા જિલ્લા આરોગ્ય અધિકારી ડો સુથાર ને પૂછતા તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 106 દર્દીઓ સારવાર હેઠળ હતા જેમાં 90 દર્દીઓને રજા આપવામાં આવી છે માત્ર 16 દર્દીઓ સારવાર હેઠળ છે વાસ્તવમાં જોવા જઈએ તો માત્ર સાત દર્દીઓ કોલેરાના હતા જેમાંથી પાંચ રજા આપવામાં આવી છે અને બે દાખલ છે બાકીના તમામ લોકો ઝાડા-ઉલ્ટીના ઝપેટમાં હતા જેમના રિપોર્ટ કોલેરાના આવ્યા નથી આ તમામ વિસ્તારોમાં આરોગ્યલક્ષી સેવાઓ હજુ પણ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...