કોરોનાનો કહેર:ડાકોરમાં કોરોના વકર્યો વૃદ્ધાશ્રમના 9 પોઝિટીવ, ખેડામાં કોરોનાના 12 કેસ, ત્રણના મોત

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લામાં કોરોના સંક્રમણમાં જોરદાર ઝટકો આરોગ્ય વિભાગને લાગ્યો છે.જિલ્લામાં બુધવારના 12 કેસ પોઝીટીવ મળ્યાં છે, જેમાં ડાકોરના વૃદ્ધાશ્રમના જ નવ કેસનો સમાશે થાય છે. એક સ્થળે આટલા બધા કેસ મળ્યાં હોય તેવો પ્રથમ દાખલો જિલ્લામાં છે. આ સ્થિતિને પહોંચી વળવા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. આ ઉપરાંત હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા 3 દર્દીના મોત નિપજ્યાં છે.

ડાકોરમાં શાંતિલાલ મોહનલાલ અશક્તાશ્રમના 9 આશ્રમવાસી વૃદ્ધોને કોરોના પોઝીટીવ આવતા ઠાસરા કોવિડ હેલ્થ ફેસેલિટી સેન્ટરમાં દાખલ કરાયા છે. ડાકોરમાં ફરતા ધન્વંતરિ રથ દ્વારા અશક્તાશ્રમમાં કોરોના ચેકઅપ હાથ ધરાયુ હતું. અશક્તાશ્રમમાં રહેતા 40 જેટલા વૃધ્ધો અને કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 9 જેટલા વૃદ્ધોને ટેસ્ટ પોઝીટીવ આવ્યા હતા. જોકે હાલ તમામ દર્દીઓની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે. હાલ અશક્તાશ્રમ કન્ટેનમેન્ટ ઝોનમાં તબદીલ કરાયો છે.

ખેડા જિલ્લામાં બુધવારના રોજ કુલ 12 કેસ પોઝીટીવ જાહેર કરવામાં આવ્યાં હતાં. જેમાં ડાકોરના 9 ઉપરાંત નડિયાદ શહેરના સમીર પાર્ક સોસાયટી, ચૈતન્ય એપાર્ટમેન્ટ અને કઠલાલના ઉમિયા પાર્કમાં કોરોના પોઝીટીવ દર્દી આવ્યાં હતાં. આ ઉપરાંત નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા સૂર્યકાંત પી. શર્મા (ઉ.વ.72) અને એનડી દેસાઇ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ફાલ્ગુનીબહેન મનોજકુમાર પટેલ (ઉ.વ.50), મનુભાઈ કે. શાહ (ઉ.વ.68)નું સારવાર દરમિયાન મૃત્યું નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...