કાર્યવાહી:મહેમદાવાદના છાપરામાં જુગાર રમતાં 9 ગેમ્બલર પોલીસ હિરાસતમાં

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેમદાવાદ તાલુકાના છાપરા ખાણીયા વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની પૂર્વબાતમીના આધારે મહેમદાવાદ પોલીસે દરોડો પાડી ગંજીપો ટીચતાં 9 બાજીગરને દબોચી લીધાં હતા. જ્યારે બે શખસ પોલીસને હાથ ઘસતાં રાખી પોબારા ભણી ગયા હતા. પોલીસે જુગારપટમાંથી રોકડ, જુગાર રમવાના સાહિત્યની મતા કબજે લઇ તમામ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મહેમદાવાદના છાપરા ખાણીયા વિસ્તારમાં રવિવારે સાંજના સુમારે જાહેરમાં જુગાર રમાતો હોવાની હકીકતના આધારે મહેમદાવાદ પોલીસે છાપો મારી જુગારની બાજી માંડીને બેઠેલાં મહેશ પ્રજાપતિ, અર્જૂન ગોહેલ, રફીયુદ્દીન શેખ, હર્ષદ શેનવા, રમેશ શેનવા, બળદેવ ગોહિલ, બાબુ ગોહિલ, નટવરસિંહ ડાભી, ઇશાકમીંયા ખોખરને રંગેહાથ જુગાર રમતાં ઝડપી લઇ હવાલાતમાં બંધ કરી દીધાં હતા. જ્યારે સુરેશ ડાભી તથા યાસીન વોરા પલાયન થઇ ગયા હતા. પોલીસે જુગારપટમાંથી રૂ.21,550ની માલ કબજે લઇ તમામ વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...