રોગચાળાનો પગપેસરો:નડિયાદમાં 5 સહિત ખેડા જિલ્લામાં ડેન્ગ્યુના 9 કેસ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ડેન્ગ્યુ સાથે વાઇરલ ફીવરે પણ માથું ઉંચક્યું

ખેડા જિલ્લામાં છેલ્લા 48 કલાકમાં ડેન્ગ્યુના કુલ 9 કેસ નોંધાયા છે. આ પૈકી 5 કેસ તો નડિયાદ સીટીમાં જ નોંધાયા છે. આજે નડિયાદ શહેરી વિસ્તારમાં 2 કેસ આવ્યા છે. જેમાં વૈશાલી રોડ અને કોલેજ રોડ પર 1-1 દર્દી સામે આવ્યુ છે. ઉપરાંત નડિયાદ ગ્રામ્ય વિસ્તારમાં સલુણ બસ સ્ટેન્ડ પાસે એક ડેન્ગ્યુનું દર્દી નોંધાયુ છે. જાણકારી મુજબ ગઈકાલે જિલ્લામાં નવા 6 ડેન્ગ્યુના કેસ નોંધાયા હતા.

જે પૈકી 3 કેસ નડિયાદ શહેરમાં અને 3 કેસ ગ્રામ્ય વિસ્તારોમાં નોંધાયા હતા. સરકારી ચોપડે નોંધાતા ડેન્ગ્યુના કેસની સરખામણીએ ખાનગી હોસ્પિટલોમાં ખૂબ મોટા પાયે દર્દી નોંધાઈ રહ્યા છે. નડિયાદ શહેરની ખાનગી હોસ્પિટલો અને ક્લિનિકમાં ડેન્ગ્યુના મોટા પ્રમાણમાં દર્દી સામે આવી રહ્યા છે. ઉપરાંત વાઈરલ ફીવર પણ માથુ ઉચકી રહ્યો છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ફોગીંગ અને ક્લોરિનેશનની કામગીરી સતત ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...