કાર્યવાહી:મહેમદાવાદના દાજીપુરામાં ગંજીપો ટીચતાં 9 ઝડપાયા, પોલીસે મોબાઇલ સહિત 34 હજારની મતા કબજે લીધી

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેમદાવાદ તાલુકાના દાજીપુરા ગામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની હકીકતના આધારે પોલીસે રેઇડ પાડી જુગટું રમતાં પોણો ડઝન શખસને ઝડપી લીધાં હતા. પોલીસે રોકડ, મોબાઇલ સહિતની મતા કબજે લઇ તમામ વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.

આ અંગેની પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર દાજીપુરા ગામના ભરતભાઇ ભુપતભાઇ ઝાલાના મકાન પાછળ જાહેરમાં ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે મહેમદાવાદ પોલીસ સ્ટેશનના સ્ટાફે છાપો મારી ગંજીપો ટીચતાં નવ શખસને દબોચી લઇ કસ્ટડીમાં ધકેલી દીધાં હતા. જે શખસોમાં મોદજ ગામના ભરત ભુપતભાઇ ઝાલા તથા અમદાવાદના દીનેશ દશરથભાઇ ગોહીલ, રણજીતસિંહ હિંમતસિંહ ઝાલા, કાનજી ભલાજી સોલંકી, નરેશ મહેન્દ્રભાઇ સોલંકી, મહાવીર જયંતિભાઇ જૈન, પ્રવીણ ખોડાજી ડાભી, મિતેશ બકાભાઇ પારેખ, રાજુ રમણભાઇ ઝાલાનો સમાવેશ થાય છે. પોલીસે જુગારીઓના કબજામાંથી રોકડ રૂ.33,700 તથા રૂ.1200ના ત્રણ મોબાઇલફોન, ગંજીપાના સહિતની કુલ રૂ.34,900ની માલમતા કબજે લઇ તમામ શખસ વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો દર્જ કરી આગળની કાર્યવાહી કરી હતી. પોલીસની નિષ્ક્રીય કામગીરીને કારણે મહેમદાવાદમાં કેટલાય શખસો બેફામ જુગાર રમી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...