તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:ખેડાના 88 ટકા ફ્રન્ટલાઇન વોરિયર્સે કોરોના રસી મુકાવી

નડિયાદ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • ઉચ્ચ અધિકારીઓએ પણ રસી મુકાવી

ખેડા જિલ્લામાં ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ માટે ચાલી રહેલા રસીકરણ અભિયાનની કામગીરી 88 ટકા સુધી પુર્ણ થઇ ગઈ છે. જોકે, આ અભિયાન હજુ ચાલુ છે. પ્રથમ તબક્કામાં મેડિકલ સ્ટાફ બાદ સરકારી કર્મચારીનો સમાવેશ કરાયો હતો. હાલ જિલ્લામાં 6036 કર્મચારીએ કોરોની રસી લીધી છે.

ખેડા જિલ્લામાં બીજા તબક્કાના રસીકરણમાં ફ્રન્ટલાઇન વોરિયર્સમાં રેવન્યુ, પોલીસ, સરપંચ, તલાટી, ટીઆરબી સહિતના વિભાગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ અભિયાન જિલ્લાના 25 કેન્દ્ર પર ચાલી રહ્યું છે. જેમાં બુધવારના રોજ 14 કેન્દ્ર પર વધુ 281ને રસી આપવામાં આવી હતી. જેમાં સૌથી વધુ લીબાસી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 20ના ટાર્ગેટ સામે 30 કર્મચારીએ રસી લીધી છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 6036એ રસી લીધી છે. જેને પગલે 88 ટકા કામગીરી પૂર્ણ થઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો