ખેડા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આ વર્ષે ઉંચુ મતદાન જોવા મળ્યું. સ્થાનિક પંચાયત ની ચૂંટણી હોઈ સારું મતદાન થશે તેવી આશા અગાઉથી સેવાઈ રહી હતી. પરંતુ મતદાનનો આંકડો 81 ટકાને પાર કરી જશે તેવી આશા ન હતી. વર્ષ 2016માં 69.46 ટકા મતદાન થયું હતું, જેની સામે 2021 માં 81.85 એટલે કે 12.39 ટકા મતદાન વધારે થયું છે. આટલી મોટી માત્રામાં મતદાન થતા જીતના દાવા કરી રહેલા ભલ ભલા રાજકારણીઓની ગણતરી ઉંધી થઇ શકે છે.
ખેડા જિલ્લામાં 417 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે રવિવારના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ હતી. સવારથી જ મતદારોએ મોટી સંખ્યામાં મતદાન કેન્દ્રો પર લાંબી લાઈનો લગાવી પોતાનો મિજાજ બતાવી દીધો હતો. જે બાદ બપોરના સમયે લાઇનો અચાનક ગુમ થઈ ગઈ હતી. પરંતુ સાંજના સમયે ફરી એકવાર મતદાનમાં ઉછાળો નોંધાયો હતો. દિવસના અંતે મતદાનની મોટી ટકાવારી આવશે તેવી આશંકા સેવાઇ રહી હતી, અને તમામ તાલુકા નો હિસાબ કરતા રાત્રીના અંદાજે 12 વાગ્યા હતા. જે બાદ જે આંકડો સામે આવ્યો તે ચૂંટણી વિભાગ માટે આનંદદાયક હતો.
જિલ્લા મા 81.85 ટકા જેટલું મતદાન નોંધાયું. જેમાં સૌથી વધુ કઠલાલ તાલુકા નું સૌથી વધુ 86.09 અને વસો તાલુકા નું સૌથી ઓછું 73.25 ટકા મતદાન નોંધાયું છે. જિલ્લાના વડા મથક નડિયાદ તાલુકાના ગામડાઓમાં 75.53 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. જિલ્લાના વડા મથક તરીકે ગણવામાં આવે તો આ મતદાન ઓછું ઘણી શકાય.
જિલ્લામાં કયા ગામમાં થયું ઉંચુ મતદાન ?
નડિયાદ તાલુકાના ઉત્તરસંડા અને વડતાલમાં વહેલી સવારથી જ ઉંચુ મતદાન જોવા મળ્યું હતું. સવારથી જ લાગેલી મતદારોની લાંબી લાઇનો ને કારણે યાત્રાધામ વડતાલમાં 78.35 ટકા મતદાન નોંધાયું હતું. બીજી તરફ કપડવંજના મહમદપુરા ગામે તાલુકાનું સૌથી વધુ 95.93 ટકા અને સૌથી ઓછું ઘોડીયામાં 77.35 ટકા મતદાન નોંધાયું હતું. ગળતેશ્વર ના તાલુકા મથક સેવાલીયા (પાલી) ગ્રામ પંચાયતમાં 69.92, વસો તાલુકા મથક ની ગ્રામ પંચાયતમાં 69 ટકા મતદાન નોંધાયું હતું.
ખેડા જિલ્લાના તાલુકા વાર મતદાન ની ટકાવારી
તાલુકો | સરપંચ | મતદારોની સંખ્યા | મતદાન કરેલ મતદારોની સંખ્યા | ટકાવારી | ||||||
પુરુષ | સ્ત્રી | કુલ | પુરુષ | સ્ત્રી | કુલ | પુરુષ | સ્ત્રી | કુલ | ||
નડિયાદ | 48 | 89676 | 83216 | 172892 | 68807 | 61782 | 130589 | 76.73 | 74.24 | 75.53 |
માતર | 32 | 37293 | 35038 | 72331 | 30899 | 27198 | 58097 | 82.85 | 77.62 | 80.32 |
ખેડા | 27 | 30300 | 28612 | 58912 | 25862 | 23030 | 48892 | 85.35 | 80.49 | 82.99 |
મહેમદાવાદ | 59 | 77156 | 73127 | 150283 | 67506 | 60724 | 128230 | 87.49 | 83.04 | 85.33 |
મહુધા | 36 | 39246 | 36790 | 76036 | 31614 | 27858 | 59472 | 80.55 | 75.72 | 78.22 |
કઠલાલ | 46 | 64349 | 61547 | 125896 | 56666 | 51724 | 108390 | 88.06 | 84.04 | 86.09 |
કપડવંજ | 93 | 84613 | 79146 | 163759 | 79204 | 66237 | 139441 | 87.19 | 84.37 | 85.83 |
ઠાસરા | 44 | 40030 | 37279 | 77309 | 34285 | 31294 | 65579 | 85.65 | 83.95 | 84.83 |
ગળતેશ્વર | 18 | 18636 | 17520 | 36156 | 14939 | 13524 | 28463 | 80.16 | 77.17 | 78.72 |
વસો | 14 | 25249 | 23791 | 49020 | 19127 | 16911 | 36038 | 75.75 | 71.14 | 73.52 |
કુલ | 417 | 506548 | 476046 | 982594 | 422909 | 380282 | 803191 | 83.6 | 79.99 | 81.85 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.