ઇમર્જન્સીને પહોંચી ટીમ સજ્જ:ખેડા જિલ્લામાં 75થી વધુ 108 ઇમર્જન્સીના કર્મચારીઓ દિવાળી નિમિત્તે લોકોની સેવામાં ખડેપગે

નડિયાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇમર્જન્સીને પહોંચી વળવા જિલ્લામાં 108 એમ્બ્યુલન્સની ટીમ સજ્જ રાખવામાં આવી

નડિયાદ શહેર અને જિલ્લામાં દિવાળીના તહેવાર દરમિયાન જિલ્લાની પ્રજાની સેવામાં 18 જેટલી 108 એમ્બ્યુલન્સના 75થી વધુ કર્મચારીઓ લોકોની સેવા માટે ફરજ પર તહેનાત રહશે.

આ અંગે મળતી વિગતો મુજબ દિવાળીના તહેવારોમાં કોઈ પણ ઇમર્જન્સીને પહોંચી વળવા જિલ્લામાં 108 એમ્બ્યુલન્સની ટીમ સજ્જ રાખવામાં આવી છે. કોરોના મહામારી વચ્ચે પણ નાગરિકોમાં દિવાળીના તહેવારોની ઉજવણી માટે ઘણો ઉત્સાહ દેખાઈ રહ્યો છે, ત્યારે 108 ઇમર્જન્સી સેવાના કર્મીઓ દ્વારા ખેડા જિલ્લાના નાગરિકોને દિવાળીની એડવાન્સમાં શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

108 ઇમર્જન્સીના જિલ્લાના અધિકારી સંદીપ ગઢવીએ જણાવ્યા મુજબ કોઈ પણ સમયે કોઈપણ ઇમર્જન્સીને ઝડપથી પ્રતિસાદ આપવા માટે 108 એમ્બ્યુલન્સની ટીમે તૈયારીઓ કરી લીધી છે. જે રીતે દર વર્ષે દિવાળી, નવું વર્ષ અને ભાઈબીજ આ ત્રણ મુખ્ય દિવસોમાં અકસ્માતના તેમજ અન્ય ઇમર્જન્સી કેસોમાં નોંધપાત્ર વધારો થાય છે. તેને પહોંચી વળવા સમગ્ર ખેડા જિલ્લામાં 108ના કર્મીઓ પોતે નોકરી પર હાજર રહીને તહેવારોની ઉજવણી કરશે, અને નાગરિકોને ઇમર્જન્સીમાં કોઈ અસુવિધા ઉભી ન થાય તેમાટે તૈયારીઓ સાથે ખડે પગે રહેશે. જે મુજબ 18 જેટલી 108 એમ્બ્યુલન્સના 75થી વધુ કર્મચારીઓ લોકોની સેવા માટે ફરજ પર તૈનાત રહેશે.

અન્ય સમાચારો પણ છે...