કોરોનાનો કહેર:નડિયાદમાં કોરોનાના 706 કેસ, પ્રજા હજુ પણ બેદરકાર!, RTO કચેરી બહાર એજન્ટો અને અરજદારોની ભીડ

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ શહેર સહિત જિલ્લામાં કોરોના સંક્રમણ ભયજનક રીતે વધી રહ્યું છે, તેમાંય શહેરમાં સ્થિતિ વધુ ગંભીર છે. જિલ્લાના કુલ 1114માંથી 706 જેટલા કેસ નડિયાદ શહેરના છે. આ ઉપરાંત કોરોના દર્દીઓના ટપોટપ મૃત્યુ નિપજી રહ્યાં છે. મંગળવારે પણ દસ પોઝીટીવ કેસ ઉપરાંત બેના મોત નિપજ્યાં છે.

નડિયાદ શહેરમાં કોરોના સંક્રમણનો અજગરી ભરડો વધુ કસાઇ રહ્યો છે. જિલ્લાના 1114માંથી 706 જેટલા કેસ નડિયાદ શહેરના છે. દરેક ગલી, મહોલ્લો, સોસાયટીમાં કોરોનાના દર્દી જોવા એક પછી એક નોંધાઇ રહ્યાં છે. આમ છતાં હજુ પ્રજા બેદરકારી ભરી રીતે જીવન જીવી રહી હોય તેવું જાહેર સ્થળો પર જોવા મળ્યું છે. ખેડા જિલ્લા આરોગ્ય વિભાગે મંગળવારે જાહેર કરેલા આંકડામાં વધુ દસ, નડિયાદ શહેરમાં ત્રણ કોરોના પોઝીટીવ દર્દી નોંધાયાં છે. આ સાથે જિલ્લામાં કુલ 1114 પર આંક પહોંચી ગયો છે. આ ઉપરાંત કોરોનાની સારવાર લઇ રહેલાં નિર્મલાબહેન દિનાનાથ ભટ્ટ (ઉ.વ.65) અને ગફારમિયાં બચુમિયાં શેખ (ઉ.વ.65)નું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

સેવાલિયા SBIનો કર્મચારી કોરોના થતાં બેન્ક બંધ
સેવાલીયા-ડાકોર રોડ ઉપર આવેલી એસબીઆઈ સેવાલીયા બ્રાન્ચના ક્લાર્ક મનપ્રીતસિંહનો કોરોના પોઝિટીવ રિપોર્ટ આવવાના પગલે બેન્કને હાલપુરતી બંધ કરવામાં આવી છે. બેન્ક કર્મચારી કોરોના બીમારીમાં સપડાવાના પગલે અન્ય બેન્કના સ્ટાફનો સરકારી દવાખાનામાં ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. બેન્ક કર્મચારી મનપ્રીતસિંહને હોમક્વોરેન્ટાઇન કરાયા હતા. બેન્કને સેનેટાઇઝ કરવામાં આવી હતી.

બાલાસિનોરમાં સરકારી કર્મચારીઓ કોરોનાનો શિકાર
બાલાસિનોરમાં થોડા સમય અગાઉ બેંક ઓફ બરોડાના કર્મચારીને કોરોના થયો હતો અને શાખાને સેનેટાઇઝ કરાઇ હતી અને ટૂંક સમય માટે કામકાજ બંધ રખાયું હતું. બાદમાં મામલતદાર અને પ્રાંત કચેરીના કર્મચારીઓ કોરોનાની ઝપટમાં આવતાં ટૂંકા સમય માટે કામકાજ બંધ રાખ્યું હતું. આ ઉપરાંત પાલિકાના ચીફ ઓફિસરને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...