સદ્કાર્ય:મકરસંક્રાંતિએ ભિક્ષુકોને દાન કરવા સંતરામ મંદિર દ્વારા 7 હજાર લાડુ તૈયાર કરવામાં આવ્યા

નડિયાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વહેલી સવારે મંદિરના સાધુ સંતો અને સંતો દ્વારા ભિક્ષુકોને દાન આપશે

હિન્દુ સંસ્કૃતિ મુજબ મકરસંક્રાતિના દિવસે દાન કરવાનો અનેરો મહિમા છે. નડિયાદ શહેરમાં દાન-પુણ્ય નો મહિમા ને પગલે દાન સ્વિકારવા માટે હજારોની સંખ્યામાં ભિક્ષુકો સંતરામ રોડ પર ઉતરતા હોય છે, જેમને દાન આપવા માટે એટલી જ મોટી સંખ્યામાં દાતાઓ પણ આવી પહોંચતા હોય છે. વહેલી સવારે દાન આપવાની સૌથી પહેલી શરૂઆત સંતરામ મંદિરના સાધુ સંતો દ્વારા થાય છે.

મંદિર દ્વારા દરેક ભિક્ષુકને રૂ.1 અને લાડુની પ્રસાદી આપવામાં આવે છે. જે બાદ અન્ય દાતાઓ દ્વારા દિવસભર સંતરામ રોડ પર બેસેલા ભિક્ષુકોને દાન આપવામાં આવતુ હોય છે. સંતરામ મંદિર ની ભોજનશાળામાં આજે સમગ્ર દિવસ દરમિયાન લાડુ બનાવવાની પ્રક્રિયા ચાલી હતી. જેમાં 8 મણ ઘઉં નો લોટ, 4 મણ ગોળ, 2 ડબ્બાઘી, 3 ડબ્બા તેલ નો ઉપયોગ કરી 7 હજાર નંગ લાડુ બનાવવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...