તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:ઓક્સિજન માટે ખેડા આત્મનિર્ભર 3 હોસ્પિટલમાં 700 બેડ ઉભા કરાશે

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાંસદ-મુખ્ય દંડકની ગ્રાન્ટ અને લોક સહયોગથી સિવીલમાં 20 ટનની ટેંક બનશે

નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન સ્ટોરેજ ટેન્કની કામગીરી અંતિમ તબક્કામાં પહોચી ગઇ છે. ઓક્સિજન સંગ્રહ કરવા માટે ટેન્ક આવી રહી છે, જેને ઉભી કરવા માટે પાયાની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે હવે થોડા દિવસમાં આ સિસ્ટમ કાર્યરત થશે તેમ મુખ્ય દંડક પંકજ દેસાઇએ જણાવ્યું છે. સેવાના આ કાર્ય માટે રૂ.50 લાખ એકત્ર કરવામાં જે તેઓએ સહકાર આપ્યો છે, તેનો વહીવટી તંત્રએ આભાર વ્યક્ત કર્યો હતો.

કોરોનાની બીજી લહેરમાં જે રીતે ઓક્સિજનની જરૂર પડી છે, તેને જોતા ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સિવિલ હોસ્પિટલ, મહાગુજરાત હોસ્પિટલ અને એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્કો માટે કામગીરી શરૂ કરાઇ હતી. સિવિલ હોસ્પિટલમાં 20 ટન ક્ષમતાના ઓક્સિજન સંગ્રહ કરતી ટેન્ક મુકાવા માટે ફાઉન્ડેશનનું કામ પૂર્ણ થઇ ગયું છે, જેતી હવે ચાર દિવસમાં અહીં ટેન્ક મુકી ઓક્સિજન સ્ટોરેજ શરૂ કરી દેવાસે. જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલના જણાવ્યા મુજબ હાલ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં હરરોજ 6 થી 7 ટન ઓક્સિજનની જરૂર પડે છે. ત્યારે 20 ટનની ક્ષમતાવાળી આ ટેન્ક આવી ગયા બાદ 1000 દર્દીઓને સતત 24 કલાક સુધી ઓક્સિજન આપવા સિવિલ હોસ્પિટલ સક્ષમ બનશે.

આ ઉપરાંત મહાગુજરાત હોસ્પિટલમાં પણ રૂ.60 લાખના ખર્ચે તેમજ એન.ડી. દેસાઇ હોસ્પિટલમાં અમુલ તરફથી 30 બેજ અને કેડીસીસી બેંક તરફથી 70 બેડનો ઓક્સિજન પ્લાન્ટ આપવામાં આવ્યો છે. ત્યારે ત્રણેય મહત્વની હોસ્પિટલોમાં 700 થી 750 જેટલી ઓક્સિજન બેડની શરૂઆત ટુક સમયમાં શરૂ થઇ જશે. સાંસદ દેવુસિંહ ચૌહાણની ગ્રાન્યમાંથી 20 લાખ અને મુખ્ય દંડક પંકજ દેસાઇની ગ્રાન્ટમાંથી 25 લાખ તથા અન્ય દાતાઓના સહયોગથી મળેલ કરોડો રૂપિયાના ખર્ચે નડિયાદ સિવિલમાં 20 ટનની સ્ટોરેજ ટેન્ક પણ ઉભી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...