તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાયરસ:સેવાલીયા પોલીસ સ્ટેશનમાં 7 પોલીસ કર્મીઓ પોઝિટિવ

સેવાલિયાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સ્ટાફના રિપોર્ટ બાદ વધુની સંભાવના
 • વધુ ટેસ્ટ કરવા ગ્રામજનોની માંગણી

ગળતેશ્વર તાલુકા સેવા સદન ખાતે આવેલ સેવાલીયા પોલીસ સ્ટેશનમાં 7 પોલીસ કર્મીઓને આજે કોરોના પોઝિટિવ આવતા સેવાલીયાની સ્થિતિ હવે અતિસંવેદનશીલ દેખાઈ રહી છે સેવાલીયા પોલીસ તરીકે ફરજ બજાવતા પોલીસ વાનના ડ્રાયવર પો.કો.વિજયભાઈ લક્ષ્મણભાઈ, પો.કો.અર્જુનસિંહ ફતેસિંહ, પો.કો કિરણકુમાર રમણભાઇ,એ.એસ.આઈ શાંતિલાલ કોદરભાઈ, હેડકોન્સ્ટેબલ નરેશભાઈ મનુભાઈ,પીઓકે રામદાસ રણછોડભાઈ, હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ માધાભાઇને કોરોના પોઝિટિવ આવતા પોતાના વતનના સરનામે હોમ આઇસોલેસનમાં રાખવામાં આવ્યા છે. હાલમાં તમામની હાલત સ્થિર છે.

આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ગળતેશ્વર તાલુકા સેવા સદન સેવાલીયા ખાતે પોલીસ સ્ટેશન આવેલ છે જેમાં તાલુકા પંચાયત ઓફીસ,મામલતદાર અને શિક્ષણ તથા બીજી તમામ કચેરી આવેલી છે જેમાં દરરોજ હજારો અરજદાર સાથે તમામ કચેરીનો સ્ટાફ એક જ બિલ્ડીંગમાં સાથે કામ કરે છે જેને લઈ બીજી કચેરીના સ્ટાફ પણ કોરોના સંક્રમિત હોય તો નવાઈ નઈ જેથી કચેરી તથા સેવાલીયા ખાતે ટેસ્ટિંગ વધારી કોરોનાને લગતી કામગીરી ઝડપથી થાય તેવું સેવાલીયાના ગ્રામજનો ઈચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો