નુકસાન:નડિયાદ ST વિભાગને બંધના એલાનના પગલે 7 લાખનો ફટકો, સૌથી ઓછી ખેડાના માતર ડેપોની માત્ર 22 હજાર આવક

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ મંગળવારે ભારત બંધનું એલાન આપ્યું હતુ. ગુજરાતમાં પણ બંધના એલાનના ઘેરા પડઘા પડ્યાં હતા. બંધના એલાનથી નડિયાદ એસ.ટી.વિભાગને નિત્યક્રમ કરતાં મંગળવારે વિભાગની દૈનિક આવકને આશરે રૂ.7 લાખનો ફટકો પડ્યો હતો.

એસટી વિભાગીય નિયામક વી.એચ. શર્માએ જણાવ્યું હતું કે, 8મીના બંધના એલાન દરમિયાન ખેડા અને આણંદ જિલ્લામાં મુસાફરો માટે એસ.ટી. બસો શરૂ રાખવામાં આવી હતી. ચરોતર પંથકમાં પ્રવાસીઓના પરિવહનના કારણે નડિયાદ એસ.ટી.વિભાગને કુલ રૂ.33.23 લાખની આવક થવા પામી હતી. જ્યારે 7મીને સોમવારે ડિવિઝનની કુલ આવક રૂ.39થી 40 લાખ જેટલી નોંધાઇ હતી. એટલે કે, બંધના એલાનના કારણે નડિયાદ એસ.ટી.વિભાગને આશરે 7 લાખની ખોટ ખમવાની નોબત આવી હતી. એસટી વિભાગ દ્વારા 11 ડેપો પરથી નિયમિતપણે એસ.ટી.બસોનું સંચાલન કરવામાં આવ્યું હતુ. જેમાં 600 શીડ્યુલ્ડના સંચાલન સાથે અંદાજે અઢી હજાર જેટલી ટ્રીપો દોડાવાઇ હતી. જેના લીધે અંદાજે 20,000થી વધુ મુસાફરોનું પરિવહન એસ.ટી.બસો મારફતે કરાયું હતુ તેમ બસ વર્તુળોમાંથી જાણવા મળ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...