ખેડા કોર્ટે ઉંચાપતના કેસમાં છ વ્યક્તિઓને સજા સંભળાવી છે.દસ વ્યક્તિઓ બેંકની રચના કરી કરોડો રૂપિયાની ઉંચાપત કરી થાપણદારો સાથે વિશ્વાસઘાત કર્યો હતો. બેંકમાં જૂદી જૂદી યોજનાઓ બનાવી ગેરવહીવટ કર્યો હતો. આ કેસ આજરોજ ખેડા કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની દલીલો કોર્ટે ગ્રાહ્ય રાખી કોર્ટે છ વ્યક્તિઓને સજા સંભળાવી હતી. જ્યારે આ કેસમાં સંડોવાયેલા 4 વ્યક્તિઓના મૃત્યુ નિપજયા હતા.
ખેડામાં 15 વર્ષ અગાઉ દસ વ્યક્તિઓએ ઘી ખેડા મર્કેન્ટાઇલ ક્રેડીટ કો.ઓ.સો બેંકની રચના કરી હતી. જેમાં થાપણદારો પાસેથી વિવિધ સ્કીમના બહાને લાખો રૂપિયાનુ ધિરાણ આપી મેળવવામાં આવ્યુ હતુ. વળી આ વ્યક્તિઓએ પોતાના સંગાસબંધીઓ અને સેવકોના નામે પણ ધિરાણ મેળવી અને આપ્યુ હતુ.વળી આ અંગે ઉપરોક્ત વ્યક્તિઓ દ્વારા કોઇ પણ પ્રકારની જિલ્લા રજીસ્ટ્રાની મજૂરી વિના જુદી જુદી યોજના બનાવી ગેરવહીવટ કર્યો હતો.
પાથણદારોના સાથે વિશ્વાસઘાત કરી રૂ 11624811ની ઉંચાપત કરી હતી.આ અંગે જે તે સમયે ખેડા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ કેસ ખેડા કોર્ટમાં ચાલી જતા સરકારી વી.આઈ.મન્સૂરીએ કોર્ટ સમક્ષ દલીલો કરી હતી.જે દલીલો કોર્ટે ગ્રાહ્ય રાખી ઘનશ્યામભાઈ ગાંધી, રાકેશકુમાર ખત્રી, ઘનશ્યામભાઈ મિસ્ત્રી, કલાબેન ઉર્ફે કીર્તિબેન ગાંધી, પ્રફુલકુમાર પટેલ અને રમેશભાઈ પટેલને દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે તમામ આરોપીઓને 3 વર્ષની સાદી કેદની સજા તથા દરેક આરોપીઓને રૂ 7,000નો દંડ ફટકાર્યો છે. આ કેસમાં કુલ 10 આરોપીઓ હતા જેમાં ચાર વ્યક્તિઓના મૃત્યુ થયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.