તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૌરવ:નેશનલ કરાટેમાં નડિયાદના 6 ખેલાડીઓ ઝળક્યા; કાતા અને કુમિતે નામની સ્પર્ધામાં 2 ગોલ્ડ, 5 બ્રોન્જ અને 2 સિલ્વર મેડલ મેળવ્યા

નડિયાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ફરીદાબાદ દિલ્હીમાં યોજાયેલ 37મી ઓલ ઇન્ડિયા કરાટે ચેમ્પિયનશિપમાં નડિયાદના 6 ખેલાડીઓએ ઝળહળતો દેખાવ કરી નડિયાદનું નામ રોશન કર્યું છે. કરાટેની બે પ્રકારની જુદી જુદી કાતા અને કુમીતે નામની સ્પર્ધામાં આ છ સ્પર્ધકોએ 2 ગોલ્ડ, 5 બ્રોન્ઝ અને 2 સિલ્વર મેડલ મેળવ્યા છે. મહત્વની વાત છે કે 20 રાજ્યોના 250થી વધુ સ્પર્ધકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં નડિયાદના યુવાનોએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે.

ફરીદાબાદ દિલ્હીની હોટલ રેડિસન બ્લુ ખાતે 28-29 ઓગસ્ટના રોજ યોજાયેલ 37મી ઓલ ઇન્ડિયા કરાટે નેશનલ ચેમ્પિયનશીપમાં નડિયાદ સંતરામ મંદિર સંચાલિત કરાટે સ્કુલના કોચ શ્રેયાંશભાઈ સોનીના માર્ગદર્શન હેઠળ 6 ખેલાડીઓએ ભાગ લીઘો હતો. શ્રેયાંશભાઈએ કહ્યું હતુ કે કરાટેની સ્પર્ધામાં બે પ્રકારની સ્પર્ધાઓ થાય છે.

કાતા અને કુમીતે આ સ્પર્ધામાં ધ્રુવીક નસીત અને સેજલ સુખવાલે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. જ્યારે મિહિર પ્રજાપતિ, વંશ સોલંકી, સુજલ સોલંકી અને ખુશાંગ કંસારાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. જ્યારે સેજલ સુખવાલ અને ખુશાંગ કંસારાએ સિલ્વર મેડલ મેળવ્યા છે. આમ 6 ખેલાડીઓએ આ સ્પર્ધામાં કુલ 9 મેડલ મેળવ્યા છે.

ખેડૂતપૂત્રએ નેશનલ કક્ષાએ નામ રોશન કર્યું
ફરીદાબાદ ખાતે યોજાયેલ કરાટે સ્પર્ધામાં પ્રથમ ગોલ્ડ મેળવનાર ધ્રુવીક નસીત મૂળ તલાલા, ગીરનો રહેવાસી છે. તે એસ.પી યુનિવર્સિટી આણંદ ખાતે એમ.કોમ.નો અભ્યાસ કરે છે, અને નડિયાદ સંતરામ મંદિરની હોસ્ટેલમાં રહે છે. જેથી અહીં ચાલતા કરાટે ક્લાસમાં પણ તે નિયમિત ભાગ લઈ રહ્યો છે.

કોચ શ્રેયાંશ સોનીએ USમાં ગોલ્ડ મેળવ્યો હતો
મહત્વની વાત છેકે તમામ 6 સ્પર્ધકોને ટ્રેનીંગ આપનાર કોચ શ્રેયાંશ સોનીએ 2019 માં યુ.એસ.માં યોજાયેલ ઈનટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. 2019માં યુ.એસ.ના ફ્લોરિડા ખાતે સ્પર્ધા યોજાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...