રોગચાળો:નડિયાદમાં 5 સહિત જિલ્લામાં ડેન્ગ્યુના વધુ 6 કેસ નોંધાયા

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લામાં રોગચાળો વધુને વધુ વકરી રહ્યો છે. ઋતુગત મચ્છરજન્ય બિમારીઓ મોટા પ્રમાણમાં ફેલાઈ રહી છે ત્યારે આજે નડિયાદ શહેરી વિસ્તારમાં ડેન્ગ્યુના 5 કેસ નોંધાયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ એક મળી કુલ 6 કેસ ખેડા જિલ્લામાં નોંધાયા છે. નડિયાદની એન. ડી. દેસાઈ હોસ્પિટલ કેમ્પસ, મરીડા ભાગોળ, બારકોસીયા રોડ, પવનચક્કી રોડ અને વાણીયાવાડ 1-1 એમ પાંચ કેસ નોંધાયા છે. પીજ ગામમાં એક ડેન્ગ્યુનું દર્દી નોંધાયુ છે. એટલે જિલ્લામાં ડેન્ગ્યુના વધુ 6 કેસનો ઉમેરો થયો છે.

જ્યારે આજે ચિકનગુનિયાનો નવો કોઈ કેસ નથી. ત્યારે અત્યાર સુધી ડેન્ગયુના કેસોની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા દસેક દિવસમાં સવા સોથી વધુ કેસ ઓનપેપર નોંધાયાછે. જ્યારે ખાનગી હોસ્પિટલો, ક્લિનિક્સમાં પણ મોટાપાયે ડેન્ગ્યુના દર્દીઓ સારવારર લઈ રહ્યા છે. નડિયાદ શહેરમાં ડેન્ગ્યુના મચ્છરોનો ઉપદ્રવ મોટા પાયે થઈ રહ્યો હોવાનું નોંધાઈ રહ્યુ છે. નગરપાલિકા તંત્ર ક્યાંક ગંદકી અને ખાડાઓમાં ભરાઈ રહેલા પાણીને દૂર કરવામાં નિષ્ફળ નીવડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...