કેદીઓને દિવાળી વેકેશન:દિવાળીના પર્વને લઇ નડિયાદ જિલ્લા જેલમાં 60 વર્ષથી વધુ ઉંમરના 6 કેદીઓને 15 દિવસ માટે પેરોલ પર મૂક્ત કરાયા

નડિયાદએક મહિનો પહેલા
  • પરિવાર સાથે કેદીઓ દિવાળી મનાવી શકે માટે નિર્ણય લેવાયો
  • 6 કેદીઓમાં એક મહિલાનો સમાવેશ

દિવાળી પર્વમાં જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓને પેરોલ પર મુક્ત કરવા સરકારે સૂચન કર્યું છે. જે અંતર્ગત નડિયાદ જિલ્લા જેલમાં 60 વર્ષથી વધુ ઉંમરના પાકા કામના 6 કેદીઓને 15 દિવસ માટે પેરોલ પર મુક્ત કરાયા છે. દિવાળી પર્વ હોવાથી પરિવાર સાથે પર્વ મનાવી શકે તે માટે આ કામગીરી કરાઈ છે.

ગુજરાત સરકારના ગૃહ વિભાગ અને અધિક પોલીસ મહાનિર્દેશક ડો. કે. એલ. એન. રાવની સૂચના દ્વારા જેલ સુધારણાના ભાગ રૂપે પાકા કામના કેદીઓને દીવાળી તહેવાર નિમિત્તે પેરોલ પર મુક્ત કરવાનો નિર્ણય લેવાયો છે. આ પર્વ કેદીઓ પોતાના પરિવાર સાથે મનાવી શકે તેથી આ કામગીરી કરાઈ છે.

મંગળવારે ખેડા જિલ્લાની નડિયાદ સ્થિત બીલોદરા જિલ્લા જેલમાં જેલ સુપ્રિટેન્ડન્ટ બી. કે. હાડા અને જેલર એમ. એસ. મલેકના માર્ગદર્શન હેઠળ અહીંયા સજા ભોગવી રહેલા 60 વર્ષથી વધુ ઉંમરના પાકા કામના કુલ 6 કેદીઓને 15 દિવસ માટે પેરોલ પર મુક્ત કરાયા છે.

જિલ્લા મેજિસ્ટ્રેટ નડિયાદના હુકમથી 6 કેદીઓને મુક્ત કરવામાં આવ્યા છે. આ 6 કેદીઓમાં એક મહિલા કેદીનો પણ સમાવેશ થાય છે. 6 વ્યક્તિઓ જેલમાંથી મુક્ત થતા તેમના પરિવારમાં આનંદ છવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...