કાર્યવાહી:ખેડાના ચાંદણાની સીમમાં જુગાર રમતા 6 ઝડપાયા

નડિયાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 1 લાખનો મુદ્દામાલ કબજે લીધો

ખેડા સ્થાનિક પોલીસની ટીમ પેટ્રોલિંગમાં નિકળી હતી તે સમયે બાતમી મળી હતી કે ચાંદણા ગામની સીમમાં આવેલ ગૌચર જમીનની ખુલ્લી જગ્યામાં કેટલાક વ્યક્તિઓ પોતાના અંગત ફાયદા માટે હારજીતનો જૂગાર રમી રહ્યા છે. જે અન્વયે પોલીસ ટીમે બાતમી આધારિત સ્થળે રેડ કરી હતી.

જેમાં પંકજભાઇ કાંન્તિભાઇ મકવાણા, જીગ્નેશભાઇ વિનુભાઇ પટેલ, સદ્દામભાઇ સરફરાજભાઇ પઠાણ, રાજેશભાઇ ત્રિકમભાઇ શેનવા, પંકજભાઇ બુધાભાઇ શેનવા, ઇમરાનખાન ઉર્ફે ઇબ્રાહીમખાન પઠાણને ઝડપી પાડયા હતા. પોલીસ ટીમ છએ વ્યક્તિઓની અંગઝડતી કરતા રોકડ રૂ 31, 900, દાવ પરથી રૂ 4900, મોબાઇલ ફોન નંગ-6 કિ રૂ 14, 000, મોટર સાયકલ 2 કિ રૂ 50, 000 એમ મળી કુલ રૂ 1, 00, 800 નો મૂદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બનાવ અંગે ખેડા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...