મતદાન:ખેડા જિલ્લામાં પંચાયત - પાલિકાની 17 બેઠકો માટે 59.49 ટકા મતદાન

નડિયાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
મતદાન મથકની બહાર મત નંબર ચકાસતા એજન્ટો. - Divya Bhaskar
મતદાન મથકની બહાર મત નંબર ચકાસતા એજન્ટો.
  • કુલ 62,214 મતદારો પૈકી 37,014 મતદારોએ મતદાન કર્યું, હવે 5 ઓક્ટોબરે તાલુકા મથકો પર મતગણતરી

ખેડા જિલ્લામાં નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ખાલી પડેલી 17 બેઠકો ની ચૂંટણી માટે આજે રોજ મતદાન થયું. કુલ 75 મતદાન મથકો પર 70 ઉમેદવારો મેદાને જંગ માં ઉતર્યા હતા. જેમના માટે 62,214 મતદારો પૈકી 37,014 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. હવે 5 ઓક્ટોબરના રોજ જેતે તાલુકા મથકો પર મતગણતરી યોજનાર છે, ત્યારે ખબર પડશે કે મતદારોએ કોના તરફેણમાં પોતાનો કિંમતી મત ફાળવ્યો છે.

પાલિકાની ચૂંટણીમાં ખેડા જિલ્લાની 3 નગરપાલિકામાં કુલ 12 બેઠકો માટે મતદાન યોજાયું હતું. જેમાં ડાકોરની 8, ખેડામાં 3 અને મહેમદાવાદમાં 1 બેઠક મળી કુલ 12 બેઠકોના 57 ઉમેદવારો માટે 17,576 મતદારો પૈકી 11,476 મતદાતા 5ઓએ મતદાન કરતા નગર પાલિકામાં 65.34 ટકા મતદાન થયું હતુ. તાલુકા પંચાયતની 4 બેઠકોની પેટાચૂંટણીમાં 4 બેઠકો પર કુલ 10 ઉમેદવારો એ પોતાનું નસીબ અજમાવ્યું છે. જેમાં નડિયાદ તાલુકા પંચાયતની જાવોલ બેઠક, માતરની ભલાડા, ખેડા તાલુકાની રઢુ-2 અને માતરની મહેલજ સીટ માટે મતદાન થયું. આ 4 બેઠકો પર 10 ઉમેદવારો માટે 20,981 મતદારો પૈકી 14,511 મતદાતાઓએ પોતાનો કિંમતી મત આપતા તાલુકા પંચાયતમાં 69.41 ટકા મતદાન નોંધાયું હતું.

જ્યારે જિલ્લા પંચાયતની એકમાત્ર વાંઘરોલી બેઠક માટે 3 ઉમેદવારો મેદાને હતા, જેમના માટે 23,672 મતદાતાઓ પૈકી 11,027 એ મતદાન કરતા મતદાનનો આંક 46.58 ટકા નોંધાયો હતો. આગામી 5 ઓક્ટો.ના રોજ જે તે તાલુકા મથકો પર મતગણતરી હાથ ધરાશે. ત્યારે ખબર પડશે કે મતદારોએ કોના તરફી મિજાજ બતાવ્યો છે.

બે નગરપાલિકાઓ પૈકી ખેડામાં સૌથી વધુ 73.92 અને ડાકોરમાં60.66 ટકા મતદાન
આજરોજ યોજાયેલ નગરપાલિકાઓમાં સૌથી વધુ મતદાન ખેડા નગરપાલિકામાં નોંધાયું છે. વહેલી સવારથી જ મતદારોએ મતદાનમાં રસ દાખવ્યો હતો. જેના કારણે ખેડા નગરપાલિકાના બે વોર્ડ માટેમાં 73.92 ટકા થયું હતું. જ્યારે ડાકોર નગરપાલિકામાં 60.66 ટકા મતદાન થયું હતું. મહત્વની વાત છે કે ખેડા નગરપાલિકામાં માત્ર બે વોર્ડ માટે ચૂંટણી યોજાઇ હતી જેમાં 6208 મતદારો નોંધાયા હતા જે પૈકી 4589 મતદારોએ મતદાન કર્યું હતું. જ્યારે ડાકોર નગરપાલિકામાં ચાર વોર્ડ માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં કુલ 11353 મતદારો પૈકી 6887 મતદારોએ મતદાન કર્યું હતું

જિલ્લા, તાલુકા અને પાલિકામાં થયેલ મતદાનની ટકાવારી

વિભાગકુલ બેઠકોમતદારોથયેલ મતદાનટકા
જિલ્લા પંચાયત123,67211,02746.58
તાલુકા પંચાયત420,98114,51169.41
નગર પાલિકા1217,56111,47665.35

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...