વર્લ્ડ ડાયાબિટીસ ડે:ખેડા જિલ્લામાં 5.85 લાખ લોકોનું સુગરના નિદાન માટે સ્ક્રિનીંગ કરાયું

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 30 વર્ષથી મોટા 7 લાખ લોકો પૈકી 5.85 લાખ લોકોનું સ્ક્રિનીંગ કરાતા 875ને ડાયાબિટીસ

આજે સમગ્ર વિશ્વ ડાયાબિટીસ દિવસ ઉજવશે. ખેડા જિલ્લામાં ડાયાબિટીસ સંદર્ભે ખૂબ સારા સમાચાર છે. જિલ્લામાં 21 લાખ કરતા વધુ વસ્તીમાં 7 લાખ જેટલા લોકો 30 વર્ષથી વધુ ઉંમર ધરાવે છે. આ પૈકી સાડા પાંચ લાખ લોકોનું સ્ક્રિનીંગ કરતા માત્ર 875લોકોને ડાયાબીટીસ હોવાનું જાણવા મળ્યુ છે. એટલે ડાયાબિટીસનું પ્રમાણ ખૂબ ઓછુ હોવાનું જણાયુ છે.

આરોગ્ય વિભાગ દ્વારા મળતી વિગતો મુજબ ખેડા જિલ્લામાં અત્યાર સુધીની ઓન રેકર્ડ માહિતી મુજબ બિનસંક્રમિત રોગો માટે સ્પેશિયલ સ્ક્રીનીંગ ચલાવવામાં આવે છે. હવે સરકારે નિરામય ગુજરાત કાર્યક્રમ શરૂ કર્યો છે, જે અંતર્ગત પણ સ્ક્રીનીંગ કરી ડાયાબિટી, કેન્સર, કીડનીના રોગ સહિત જે પણ બિનસંક્રમિત રોગો છે, તેની તપાસ શરૂ કરવામાં આવી છે. પરંતુ આ પહેલા ચાલતા પ્રોગ્રામ અંતર્ગત ખેડા જિલ્લાની 21 લાખ જેટલી વસ્તીમાંથી 7 લાખ લોકો જે 30 વર્ષ કરતા વધુ ઉંમર ધરાવે છે, તે પૈકીના 5,85,000 કરતા વધુ લોકોનું સ્ક્રીનીંગ કરાયુ છે. આ પ્રકારના રોગો 30 વર્ષ કરતા વધુ ઉંમરના નાગરીકોને થવાની શક્યતાઓ હોય છે. ત્યારે આ સ્ક્રીનીંગ પૈકી 875 લોકોને ડાયાબિટીસ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યુ છે. એટલે 5.85 લાખના સ્ક્રીનીંગ સામે 875 દર્દીનો આંક જોતા દર 670 પૈકી 1 દર્દીને ડાયાબિટીસ હોવાનું નોંધાયુ છે. એટલે 1000 સામે માત્ર 1 ડાયાબિટીસનું પેશન્ટ હોવાનું કહી શકાય. જે હકારાત્મક બાબત છે. જો કે, આરોગ્ય વિભાગના સૂત્રો મુજબ પ્રાઈવેટ હોસ્પિટલોનો આંક આ સ્ક્રીનીંગમાં સામેલ નથી.

ડાયાબિટીસના દર્દીને કોરોના થાય તો તત્કાલ સારવાર જરૂરી
જે કોઈ પણ ડાયાબિટીસના દર્દીને કોરોનાના લક્ષણ જણાય તેને ડાયગ્નોસીસની સંભાવનોઓ વધી જાય છે. સુગર વધતા દર્દીનો ઈમ્યુનીટી પાવર ઘટે છે. આ સાથે કોરોના પણ થાય તો આ દર્દીને હાઈરીફ્થ કેટેગરીમાં ગણવામાં આવે છે. આવા દર્દીને તત્કાલ સારવાર જરૂરી છે. આઈસોલેશન વોર્ડ ઉપરાંત પૂરતી તકેદારી રાખવી જરૂરી છે. > ડૉ. અજીત ઠાકર

એટેકની શક્યતાઓ વધે
ડાયાબિટીસના દર્દીને પોસ્ટ કોવિડના સિન્ટમ્સ વધુ હોય છે. તેમાં સાચવવુ વધારે પડે છે. જેટલુ હાઈપર ટેન્શન અને ડાયાબીટીસ હોય એટલી જ એટેકની શક્યતાઓ વધતી હોય છે. આવા દર્દીઓને બ્રેઈન સ્ટોક આવે અથવા હાર્ટ એટેકની સંભાવનાઓ છે. વર્ષોથી જૂનો ડાયાબિટીસ હોય તો વધારે મુશ્કેલી પડે છે. બાકી ડાયાબિટીસના દર્દીઓએ નિયમિત તપાસ કરાવી ઉપચાર કરાવવો જોઈએ. ઉપરાંત એ પણ જરૂરી નથી કે, ડાયાબિટીસ હોય તો કોરોના જલ્દી થાય, એટલે એવો પણ કોઈ ચિંતાનો વિષય નથી. > ડૉ. જ્વલિત મહેતા, ડીન, એન.ડી. દેસાઈ

અન્ય સમાચારો પણ છે...