ખેડા જિલ્લામાં ખતરો:ખેડા જિલ્લામાં 25 દિવસમાં 56 કેસ : કોરોના સંક્રમણનો રેશિયો વધીને 3.21 % એ પહોંચ્યો

નડિયાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એપ્રિલના 25 દિવસમાં 8 અને મે મહિનાના 25 દિવસમાં 56 કેસ પોઝિટીવ કેસ મળી આવ્યાં
  • એપ્રિલમાં દૈનિક 0.32 કેસ નોંધાયા હતાં

ખેડા જિલ્લામાં એપ્રિલ માસમાં કોરોના સંક્રમણ ઘણું ઓછુ હતું. પરંતુ કોરોના સંક્રમણ ધરાવતા અમદાવાદ અને અન્ય જિલ્લા લોકોની ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારો ઘુસી ગયા હતા. તેના કારણે મે માસમાં કોરોના વિસ્ફોટ બની બહાર આવ્યા હતો. એપ્રિલમાં માત્ર 0.32 ટકા રેશિયો હતો.તે વધીને મે માસમાં 3.21 ટકાનો રેશિયો જોવા મળ્યો હતો. એપ્રિલના 25 દિવસમાં માત્ર 8 કેસ નોંધાયા હતા.તેની સામે મે માસમાં 25 દિવસમાં 56 પોઝિટીવ કેસ નોંધાયા હતા.

અત્યાર સુધીમાં કુલ 17 પોઝિટીવ આવ્યા
ખેડા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં આરોગ્ય વિભાગ દ્ધારા સેમ્પલ પરિક્ષણની સંખ્યામાં વધારો-ઘટાડો થયો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 2626 માણસોના કરાયેલા સેમ્પલ પરિક્ષણ કરાયા છે. જેમાં સોમવાર સુધીમાં 64 દર્દીઓના પોઝિટીવ રિપોર્ટ આવ્યા છે, તો 2,494ના નેગેટિવ રિપોર્ટ મળ્યા છે. સોમવારે 52 માણસોના સેમ્પલ લેવાયા છે. જેની સામે 52ના રિઝલ્ટ પેન્ડીંગ છે. જે સેમ્પલ લેવાયા છે, તેમાં ખાસ કરીને કોરોના પોઝિટીવ રિપોર્ટના આધારે દર્દીના પરિવારજનો તથા તેમના ક્લોઝ કોન્ટેક્ટમાં આવનાર માણસોનો સમાવેશ થાય છે. આમાં કોરોનાના દર્દીના કોન્ટેક્ટ આવેલી વ્યક્તિના 137 ના સેમ્પલ લેવાયા છે. જે પૈકી અત્યાર સુધીમાં કુલ 17 પોઝિટીવ આવ્યા છે.

ખેડા જિલ્લામાં કોરોના પોઝિટીવ રેશિયો મે માસ ઉછળ્યો
ખેડા જિલ્લામાં શરૂઆત 20 દિવસ સુધી કોરોનાનું સંક્રમણ જોવા મળ્યું ન હતું. પરંતુ ખંભાત હલવાસનવાળા યુવકની ખબર જોવા માટે તેની બહેને ગઇ હતી.તે બહેન કોરોના સંક્રમણ સાથે પરત ફરી હતી.ત્યારબાદ કપડવંજ અનેકઠલાલ વિસ્તારના અમદાવાદ શહેરમાં રહેતા કેટલાંક પરિવારો પરત ફર્યા હતા.તેઓ પણ સંક્રમિત થઇ આવ્યા હતા.જેના કારણે ખેડા જિલ્લામાં એક એક પછી મેમાસ પોઝિટીવ કેસોની સંખ્યા વધી ગઇ હતી.ત્યારબાદ કેડિલા કંપનીમાં નોકરી કરતાં યુવકો કોરોની ઝપેટમાં આવ્યા હતા.જેમાં માતર તાલુકા રઢુ અને તેની આસપાસના ગામોના યુવકો નોકરી કરતાં તેના કારણે કોરોના સંક્રમણ આ વિસ્તાર વધ્યું ગયું હતું.જેથી મે માસના 28 દિવસમાં  56  કોરોના પોઝિટીવ કેસ નોંધાયા હતા.જેથી ખેડા જિલ્લામાં કોરોના પોઝિટીવ રેશિયો મે માસ ઉછળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...