સહાય:ખેડા જિલ્લામાં 104 4 કોરોના મૃતકોના પરીવારજનોને 5.22 કરોડ સહાય ચુકવાઈ

નડિયાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સત્તાવાર મૃતાંક 48 છે ત્યારે ​​​​​​​કોરોનામાં ગુમાવેલા 1816 લોકોએ ફોર્મ ભર્યા

રાજ્ય સરકારે કોરોના મૃતકોના પરીવારજનોને સહાય આપવાની જાહેરાત કર્યા બાદ ખેડા જિલ્લામાં મૃતકોના સ્વજનોએ ફોર્મ ભરી જમા કરાવી રહ્યા છે. પ્રશાસન તેની ખરાઈ કરીને 50,000 રૂપિયાનો સહાય ચેક પણ આપી રહ્યુ છે. સત્તાવાર સરકારી ચોપડે દર્શાવાયેલા મૃતકો અને તે સિવાયના શંકાસ્પદ કોરોના મૃતકોને તબક્કાવાર સહાય ફોર્મ ભરાવી ચેક આપી દેવાયા છે. ખેડા જિલ્લામાં શરૂઆતમાં માત્ર ડિઝાસ્ટર વિભાગ અને ત્યારબાદ તાલુકા મથકે મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભરવાની સુવિધા ઉભી કરાઈ હતી. જે અંતર્ગત અત્યાર સુધી 1816 સ્વજનોએ ફોર્મ ભરીને જમા કરાવ્યા છે.

જિલ્લામાં સત્તાવાર મૃતકઆંક 48 છે, ત્યારે હાલ 1816 લોકોએ પોતાના સ્વજનો કોરોનામાં ગુમાવ્યા હોવાથી ફોર્મ ભરીને જમા કરાવ્યા છે. બીજીતરફ પ્રશાસન દ્વારા અત્યાર સુધી 1044 જેટલા કોરોના મૃતકોના સ્વજનોને સહાયના ચેક અર્પણ કરી દીધા છે. અત્યાર સુધી ખેડા જિલ્લામાં 5.22 કરોડ રૂપિયા કોરોના સહાય પેટે ચુકવાયા છે.

રાજ્ય સરકારની જાહેરાત બાદ જિલ્લા કક્ષાએ વિવાદીત બાબતોના નિવારણ માટે કમિટી બનાવાઈ હતી. જો કે, ખેડા જિલ્લાની કમિટી સુધી હજુ સુધી કોઈ વિવાદીત કેસ પહોંચ્યો નથી.શરૂઆતના તબક્કે ફોર્મ ભરીને જમા કરાવતા વખતે કૉઝ ઑૅફ ડેથનું સર્ટીફીકેટ લાવવા ઉપરાંત અન્ય દસ્તાવેજો જમા કરાવવામાં લોકોને મુશ્કેલી પડી હતી. તેના કારણે સરકારે પ્રક્રિયાને સરળ બનાવવા માટે આદેશ કર્યા બાદ ખૂબ સરળતાથી લોકોને ફોર્મ ભર્યા બાદ સહાય મળતી થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...