તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૌભાંડ:પાલિકા ટેક્સ કૌભાંડમાં એક જ નંબરની 50 રસીદો બે વખત ફાટી

નડિયાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • નડિયાદ પાલિકાના કૌભાંડનો આંક કરોડોમાં પહોંચે તેવી શક્યતા

નડિયાદ પાલિકાની ટેક્સ ચોરી કૌભાંડમાં ટેક્સ ભરનારા નાગરિકો પાસેથી મળેલી રસીદોમાં નવી જ વાતો બહાર આવી છે. ટેક્સ કલેકશન કરતાં કર્મચારીઓએ ટેક્સ ભરવા આવતી વ્યક્તિઓ પાસેથી રકમ લઇ એક જ નંબરની બે રસીદો બનાવી હોવાનું ખુલ્યું છે. નડિયાદ નગરપાલિકાના ટેક્સ વસુલાતના મામલે બે મહિના પહેલા ગુનો નોંધાયો હતો. જે તે સમયે તપાસમાં જ મિલકધારકોના બાકી વેરાની રકમમાં કોમ્પ્યુટર સોફ્ટવેર થકી છેડછાડ કરી ખાતુ નીલ કરી દેવામાં આવતું હતું.

આ કર્મચારીઓએ છેલ્લા ત્રણ વર્ષમાં મિલકત ધારકોના બાકી રકમમાં ખોટી એન્ટ્રી કરવામાં આવતી હતી. જેમાં 500 જેટલા મિલકત ધારકો પાસેથી રૂ.25 લાખની વસુલાતના બદલે એન્ટ્રી સાથે ચેડા કરી પાલિકાને આર્થિક નુકશાન કર્યું હતું. આ બાબતે ઇન્ચાર્જ ટેક્સ સુપ્રિટેન્ડેન્ટ મયંક દેસાઇની ફરિયાદ આધારે નડિયાદ પોલીસે કાસમભાઈ મોલવી, અનીલભાઈ ઠાકોર, સુનિતાબહેન મિસ્ત્રી (રહે. તમામ નડિયાદ) સામે ગુનો નોંધ્યો હતો.

જોકે, આટલા દિવસની તપાસમાં અન્ય એક બાબત બહાર આવી છે. જેમાં ટેક્સ કલેકશન કરનારા કર્મચારીઓ એક જ નંબરની બે રસીદ ફાડતાં હતાં. જેમાં એકની રકમ ખીસ્સામાં જતી હતી. પાલિકા અને પોલીસ દ્વારા આવી 50 જેટલી રસીદો શોધી કાઢી હતી. જેમાં નંબર એક જ હોય અને બે અલગ અલગ વ્યક્તિને આપી હોઇ કૌભાંડમાં આગામી સમયમાં વધુ વિગતો બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો