તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઈફેક્ટ:ખેડાના 5 હજાર વિદેશવાંચ્છુ વિદ્યાર્થી અટવાયા, હવે જુલાઈ મહિના પર મીટ

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિઝા પ્રક્રિયા અને ફ્લાઈટસ બંધ થતા વિદેશ ભણવા જવામાં વિલંબ
  • ચરોતરના વિદ્યાર્થીઓનો કેનેડા, યુ.કે., યુ.એસ.એ. તરફ સૌથી વધુ ધસારો

કોરોના મહામારીના કારણે તમામ પ્રકારના અભ્યાસ પર માઠી અસર થઇ છે. ખાસ કરીને વિદેશ અભ્યાસ માટે જવા ઇચ્છુક વિદ્યાર્થીઓ ને કોરોનાને કારણે લાંબી રાહ જોવાનો વારો આવ્યો છે. ખેડા જિલ્લામાં 5 હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ છે, જેઓ યુકે, કેનેડા, યુ.એસ.એ જવા માટે ફ્લાઇટ શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છે.

અગાઉ ફ્લાઇટની બુકીંગ શરૂ થતા કેટલાક વિદ્યાર્થીઓ ટિકિટ પણ બુક કરાવી લીધી હતી. પરંતુ મે માસમાં બીજી વેવ શરૂ થતા જ ફરીથી ફ્લાઇટો બંધ કરી દેવાઇ. તમામ ફ્લાઇટો બંધ કરી દેવાતા વિઝાની કાર્યવાહી પણ બંધ થઇ છે. ત્યારે અભ્યાસ માટે મહત્વપૂર્ણ એવા આ દેશોની એમ્બેસી ક્યારે શરૂ થાય છે તેની વિદ્યાર્થીઓ રાહ જોઇ રહ્યા છે.

ખેડા જિલ્લામાંથી દર વર્ષે 5 હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જતા હોય છે. જેમાં કેનેડા, યુકે, યુ.એસ.એ મુખ્ય છે. આજની સ્થિતિમાં એવા ઘણા વિદ્યાર્થીઓ છે, જેમના વિઝા, ટિકિટ આવી ગયા હતા. પરંતુ કોરોના મહામારીની બીજી લહેર શરૂ થવાને કારણે છેલ્લી ઘડીએ તેઓની ફ્લાઇટ રદ્દ થઈ હતી. તો ઘણા એવા વિધાર્થીઓ પણ છે જેઓને કેનેડાની યુનિ.માં એડમિશન મળી ગયું છે. પરંતુ સીધી ફ્લાઇટ ચાલુ નહીં હોવાને કારણે તેઓ ઘરેથી જ ઓનલાઇન અભ્યાસ કરી રહ્યા છે, અને રાહ જોઇ રહ્યા છે કે ક્યારે ફ્લાઇટ શરૂ થશે.

બીજી તરફ હજુ કેનેડાની એમ્બેસી શરૂ થઇ નથી. જેના કારણે જે વિધાર્થીઓને કેનેડા જવું છે તેઓ કન્સલ્ટન્ટના સંપર્કમા છે. તેઓને હાલ વી.એફ.એસ બંધ હોવાને કારણે વિઝા ક્લિયરીંગમાં તકલીફ પડી રહી છે. અગાઉ જેના વિઝા ક્લિયર થઇને આવી ગયા છે. તેમના પાસપોર્ટ સ્ટેમ્પિંગ માટે નથી જઇ રહ્યા. વી.એફ.એસ થોડા સમય માટે શરૂ થાય તો તે સમયે એપોઇમેન્ટ નહી મળતી હોવાને કારણે ઘણી તકલીફ પડી રહી છે.

ઘણા મહિનાથી સ્થગિત પ્રક્રિયા શરૂ થશે તો જાન્યુઆરીમાં સૌથી વધુ એપ્લિકેશન થશેે
છેલ્લા બે માસથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ સ્થગિત હતી. પરંતુ હવે મેડિકલ ચેકઅપ, તથા એમ્બેસીઓ શરૂ થવાની તૈયારી છે. માસ પ્રમોશનના કારણે અનેક વિદ્યાર્થીઓને કરિયરના પ્રશ્નો મૂંઝવણમાં મૂકી રહ્યા છે, ત્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ IELTSની તૈયારી પણ શરૂ કરી દીધી છે. જેને જોતા કેનેડા, યુ.એસ.એ., યુકેમાં જાન્યુઆરી માસ દરમિયાન વધુ એપ્લિકેશન થશે તેમ લાગી રહ્યું છે. > શ્રેયા ચૌહાણ, ડાયરેક્ટર, ગોકુલ ઇન્ટરનેસ્નલ

એક તરફ ફ્લાઇટ રદ્દ થાય છે, શરૂ થાય ત્યારે ભાવ વધારો કરી દેવાતા વિદ્યાર્થીઓ ચિંતિત
કોરોનાના વધતા કેસો વચ્ચે પણ અભ્યાસ માટે વિદેશ જવા ઇચ્છુક વિધાર્થીઓમાં વધારો જોવા મળ્યો છે. વી.એફ.એસ ક્યારે શરૂ થાય છે, તેના પર સૌ નજર માંડીને બેઠા છે. પરંતુ અવાર નવાર ફ્લાઇટ કેન્સલ થવી તથા ફ્લાઇટના ભાવમાં ધરખમ વધારાને કારણે વિદ્યાર્થીઓ ચિંતિત છે. > હર્ષિત મંત્રી, ડાયરેક્ટર, સુમેરૂ એકેડેમી

​​​​​​​આઈ.ઈ.એલ.ટી.એસનો કોઈ અર્થ ન રહ્યો
2020માં ડીસેમ્બર-જાન્યુઆરીમાં આઈ.ઈ.એલ.ટી.એસની પરીક્ષા પાસ કરીને એપ્રિલ મેમાં કેનેડા જવાનું આયોજન હતું. પરંતું કોરોનાને કારણે વિઝા મળ્યા ન હતા અને હજુ ડીસેમ્બર સુધી કોઈ શક્યતા નથી ત્યારે આઈ.ઈ.એલ.ટી.એસ આપનાર વિદ્યાર્થીઓ મુંઝવણ અનુભવી રહ્યા છે. 2019માં આઈ.ઈ.એલ.ટી.એસની પરીક્ષા આપનારની તો અવધી પણ પૂરી થવામાં આવનાર હોવાનું વિશેષજ્ઞોએ જણાવ્યું હતું.

17મી જૂનથી IELTSની પરીક્ષા, બીજી તરફ જુલાઈમાં ફ્લાઇટ શરૂ થવાની સંભાવના છે
અત્યાર સુધી વિદ્યાર્થીઓ ઓનલાઇન IELTSનો અભ્યાસ કર્યો છે. હવે 17 જૂનના રોજ તેમની પરીક્ષા છે. બીજી તરફ જુલાઈ માસમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થવાની સંભાવના છે. જેના કારણે સ્થિતિ ફરીથી નોર્મલ બનશે તેમ લાગી રહ્યું છે. વી એફ એસ શરૂ થશે, ટ્રાવેલ બેન હટી જશે બાદમાં સ્થિતિ સુધરશે. > પ્રગ્નેશ ભાઇ પટેલ, બ્રાન્ચ હેડ, એમ.એસ.એજ્યુકેશન

અન્ય સમાચારો પણ છે...