તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ખેડાના ગોબલજ અને નડિયાદના બિલોદરા નજીક સર્જાયેલા બે અકસ્માતમાં 5 વ્યક્તિઓને ઇજા થઇ હતી. નડિયાદ રૂરલ અને ખેડા ટાઉન પોલીસ દ્વારા અકસ્માત સર્જનાર વાહનના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ખેડા નજીક નેશનલ હાઇવે નંબર 8 પર ગોબલજ ગામની સીમમાંથી પૂરપાટ ઝડપે પસાર થઇ રહેલા એક્ટિવાના ચાલકે માર્ગ ઓળંગી રહેલા સમીમ અહેમદ કાદરીને અડફેટે લેતાં તેમને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. અકસ્માતમાં એક્ટિવા સવારને પણ ઇજા થતાં એમ્બ્યુલન્સમાં સમીમઅહેમદ અને એક્ટિવા સવારને સારવાર અર્થે ખસેડાયા હતા.
આ મામલે ખેડા ટાઉન પોલીસે ઇસરારખાન પઠાણ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતનો બીજો બનાવ નડિયાદ – મહુધા રોડ ઉપર બિલોદરા નજીક બન્યો હતો. જેમાં દારૂ પીધેલી હાલતમાં પૂરપાટ ઝડપે કાર ચલાવી રહેલા શખ્સે રોડની સાઇડમાં ચા ની લારીએ બાંકડા ઉપર બેઠેલા ત્રણ શ્રમજીવીઓને અડફેટે લેતાં તેમને ઇજા થઇ હતી. તુરંત જ ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ મામલે લક્ષ્મણભાઇની ફરિયાદના આધારે પોલીસે દારૂ પી કાર ચલાવીને અકસ્માત કરનાર જશવંત તળપદા (રહે.ચકલાસી ભાગોળ) સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.