હુમલો:નડિયાદમાં બાઇક સ્લીપ ખાઈ મૃત્યુ પામેલા યુવાનને કેમ મારી નાખ્યો તેમ કહી 9 વ્યક્તિઓએ 5 પર હુમલો કર્યો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદ ટાઉન પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો

નડિયાદમાં આકસ્મિક અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવાનને કેમ મારી નાખ્યો તેમ કહી 9 વ્યક્તિઓએ હુમલો કર્યો છે. આ બનાવ સંદર્ભે નડિયાદ ટાઉન પોલીસમાં હુમલાખોરો સામે ફરિયાદ નોંધાઈ જવા પામી છે.

નડિયાદ તાલુકાના ફતેપુરા ગામે રહેતા સંદીપસિંહ મહીજીભાઈ વાઘેલા ગત 1 નવેમ્બરના રોજ ઉત્તરસંડા ખાતે આવેલી એક ફેક્ટરીમાં પાપડ, મઠીયાનો માલ લેવા ગયા હતા. આ દરમ્યાન ફતેપુરા ગામના સરપંચ અમૃત પરમાર ત્યાં આવેલા અને ફેક્ટરીના માલિકને જણાવ્યું કે, તેના મિત્ર અજય ઠાકોરને નડિયાદના માણસો એક્સિડન્ટ બાબતે વાતચીત કરવા માટે બોલાવી ગયા છે. જેથી ત્યાં તાત્કાલિક જવુ પડશે. ત્યાં હાજર સંદીપસિંહે જણાવ્યું કે હું જાઉ છું અને મામલો થાળે પાડુ છું.

સંદીપસિંહ અને ફતેપુરા ગામના સરપંચ અમૃત પરમાર, કમલેશ પરમાર, ગોપાલ પરમાર તથા અન્ય બે વ્યક્તિઓ નડિયાદમાં રહેતા મકા ભરવાડના ઘરે આવેલા હતા. જ્યાંથી મકા ભરવાડે જણાવ્યું કે આપણે અજય ઠાકોરને લેવા જવું પડશે. આ સમયે સાંજના 5 વાગ્યાની આસપાસ તેમના ઘર નજીક રહેતા અમૂક માણસો ત્યાં આવ્યા હતા. અને મારા જમાઈને મારી નાખેલ છે તો તેના નાણાં આપો જેથી ઉપરોક્ત લોકોએ જણાવ્યું કે, તમારા જમાઈને અમે ઓળખતા નથી તેમ કહેતા સામાવાળા ટોળાઓએ મારામારી કરી હતી. આ પહેલા ઝપાઝપી થતાં સંદીપસિંહની ચેઈન અને રોકડ રૂપિયા કયાં પડી ગયા હતા.

9 વ્યક્તિઓએ 5 વ્યક્તિઓ પર લાકડી વડે હુમલો કર્યો હતો. આસપાસના લોકોએ વચ્ચે પડી વધુ મારથી તમામને બચાવ્યા હતા. મારામારી કરનાર લોકોને મકા ભરવાડ ઓળખતાં હોવાથી અને એક યુવક બાઈક લઈને સ્લીપ ખાઈ જતાં તેનુ મૃત્યુ થયામાં તેઓનો હાથ હોવાનો વહેમમાં આ હુમલો કરાયો હોવાનો જણાવ્યું છે.

આથી આ બનાવ સંદર્ભે સંદીપસિંહ વાઘેલાએ નડિયાદ ટાઉન પોલીસ મથકે ઉપરોક્ત હુમલો કરનાર શૈલેષ કાભભાઈ, મોન્ટુ રાજુભાઈ, રાજુભાઇ ધનજીભાઈ, યોગીનગર ના સરપંચ હોવાનું જણાવતો એક ભાઈ, પ્રકાશ કાભભાઈ, મહેશ અંબુભાઈ, મોહન અંબુભાઈ, ગીતાબેન રાજુભાઈ અને સુરેશ અંબુભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...