તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ACBની કાર્યવાહી:લાંચના ગુનામાં ઝડપાયેલા ઓપરેટરના 5 દિ’ના રિમાન્ડ

નડિયાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • બુલેટ ટ્રેન પ્રોજેકટમાં 2.55 લાખની લાંચ લેતા ઝડપાયો હતો

નડિયાદ ACBએ 2020માં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કપાત ગયેલા મકાનનું વળતર ચૂકવવા માટે લીધેલી 2.55 લાખની લાંચના આરોપીને ઝડપીને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલ્યો હતો. અરજદાર ઘેલાભાઈ વાઘેલાએ કરેલી અરજીની તપાસ કરતા તેમના કપાતમાં જતા મકાનોના વળતર પેટેની રકમ મેળવવી હતી. આ માટે આરોપી પિન્કેશ પરમારે પોતાના સાહેબ સોની અને વાઢે વતી 2.55 લાખની માંગણી કરી હતી.

આ અંગે 23 નવેમ્બર, 2020ના રોજ પૂર્વઆયોજીત ગુનાહીત કાવતરાના ભાગરૂપે પિન્કેશ પરમાર સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, પીજ ખાતે હાજર રહી ખેડાની અન્ય બેંક ખાતે ટેલિફોનીક જાણ કરી અરજદારના કપાતમાં જતા મકાનનું વળતર ચૂકવી દેવા માટે જણાવ્યુ હતુ. જેથી અરજદારને વળતર મળી ગયુ હતુ. તેમજ પિન્કેશ પરમારે નક્કી થયા મુજબ પોતાના સાહેબો વતી 2.55 લાખની લાંચ સ્વીકારી હતી.

આ અંગે ACBમાં ગુનો નોંધાયા બાદ પિન્કેશ પરમારને જ્યુડીશિયલ કસ્ટડીમાં મૂકેલા હતા. પોલીસે આજે પિન્કેસનું ટ્રાન્સફર મેળવી નડિયાદ કોર્ટમાં રજૂ કરતા સરકારી વકીલે 14 કારણો દર્શાવી રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...