ચોરી:એરંડીયાપુરાથી 4.90 લાખની લેલન્ડ ઈકોમેન્ટ ગાડી ચોરી

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નડિયાદના એરંડીયાપુરામાં રહેતા વસીમખાન બસીરખાન પઠાણે દોઢેક વર્ષ અગાઉ મોટી ખડોલના મહેશભાઈ પટેલ પાસેથી અશોક લેલેન્ડ ઈકોમેટ ગાડી નં. જી.જે. 07, વાય.ઝેડ. 8976 ખરીદી હતી. 22 નવે.ના રોજ દસેક વાગ્યે વસીમખાને ઘર આગળ ખુલ્લા ખેતરમાં લોક મારીને પાર્ક કરી હતી. બીજા દિવસે તેઓ પત્નિની દવા કરાવવા માટે એક્ટિવા લઈ ગોઠાજ ગયા હતા. પત્નિની સારવાર કરાવ્યા બાદ પોતાની સાસરી ગોઠાજમાં જ રોકાયા બાદ 25 તારીખે તેઓ સવારે આઠેક વાગ્યે એરંડીયાપુરા પોતાના ઘરે પહોંચતા ત્યાં લેલેન્ડ ગાડી હાજર નહોતી.

આ અંગે ગાડીના મૂળ માલિક અને જે બેંકમાં ગાડીના હપ્તા ભરતા હતા, ત્યાં તપાસ કરતા બંને જગ્યાએ તેઓ ગાડી ખેંચી નથી ગયાનું જાણવા મળ્યુ હતુ. આ અંગે પોતાની 4.90 લાખની કિંમતની અશોક લેલેન્ડ ગાડી ચોરી થયાની ફરીયાદ વસીમખાને નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...