ધરપકડ:પવનચક્કી રોડ પરથી કારમાંથી 49 હજારનો વિદેશી દારૂ ઝડપ્યો

નડિયાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લા આરોગ્ય વિભાગની બહાર બિનવારસી કાર પડી હતી
  • નડિયાદ LCBએ 1.49 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

નડિયાદ LCBએ બાતમીના આધારે જિલ્લા આરોગ્ય વિભાગની બહારથી બિનવારસી હાલતમાં પડેલી કારમાંથી 49,000નો વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. LCB પોલીસ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન પવનચક્કી રોડ પર આરોગ્ય વિભાગની બહાર ગાડી નં. જી.જે. 23, એમ. 1725માં વિદેશી દારૂ હોવાની બાતમી મળી હતી. પોલીસે સ્થળ પર જઈ થોડીવાર ગાડીથી દૂર ઉભા રહી તેના માલિકની આવવાની રાહ જોઈ હતી.

પરંતુ કોઈ પણ ઈસમ ગાડી પાસે ન આવતા પોલીસે ગાડીની તપાસ કરતા અંદર વિદેશી દારૂનો જથ્થો મળ્યો હતો. 700 નંગ ટેટ્રા પેકના 49,000 રૂપિયા અને ગાડીની 1 લાખ કિંમત ગણી કુલ 1.49 લાખનો મુદ્દામાલ LCB ઓફિસે પહોંચાડી જપ્ત કર્યો હતો. તેમજ આ ગાડીને કોઈ અજાણ્યો ઈસમ બિનવારસી હાલતમાં મૂકીને જતો રહ્યો હોવાથી તેની વિરુદ્ધ નડિયાદ પશ્ચિમ મથકે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...