તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • 4.53 Crore Interest Against Rs 91 Lakh, Printing Press Trader Has To Mortgage Property To Repay Money Borrowed At 3% Interest

વ્યાજખોરોનો ત્રાસ:91 લાખ સામે 4.53 કરોડ વ્યાજ, પ્રિન્ટીંગ પ્રેસના વેપારીએ 3 % વ્યાજે લીધેલા નાણા ચુકવવા મિલકત ગીરવે મુકવી પડી

નડિયાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વ્યાજ આપવામાં મોડું થાય તો પેનલ્ટીના 50 હજાર: 6 સામે ગુનો નોંધ્યો
  • નડિયાદના વેપારી પરિવારે વ્યાજખોરોના ત્રાસથી ઘર છોડ્યું

શિક્ષણનગરી એવા નડિયાદમાં વધુ એક વેપારીને વ્યાજના વિષચક્રમાં સર્વસ્વ ગુમાવવાનો વખત આવ્યો છે. નડિયાદમાં રહેતા અને આણંદમાં પ્રિન્ટીંગ પ્રેસ ધરાવતા વેપારી 2013થી વ્યાજના વિષચક્રમાં ફસાયાં છે. તેઓએ ટુકડે ટુકડે 91 લાખ જેવી રકમ વ્યાજે લીધી હતી. તેની સામે તેઓએ વ્યાજખોરોને રૂ.4.53 કરોડ વ્યાજ ભર્યું છે.

નડિયાદ શહેરના સિવિલ રોડ પર આવેલી સાધના સોસાયટીમાં રહેતા કલ્પેશભાઈ નગીનભાઈ શાહ આણંદના સરદારગંજમાં પ્રિન્ટીંગ પ્રેસનો વ્યવસાય કરે છે. ચારેક વર્ષ પહેલા કલ્પેશભાઈએ આણંદમાં નવો પ્રેસ કરવા બેંકમાં લોન મુકી હતી. પરંતુ તે મળી નહતી. આથી, તેઓએ 3 ટકા વ્યાજના દરે પૈસા ઉછીના લીધાં હતાં. જેમાં તેઓએ નડિયાદમાં રહેતા સુનીલ ઉર્ફે મોન્ટુ દિલીપ રાવ, તેમના સંબંધી દત્તેશ દિલીપ રાવ, પિન્કીબહેન એસ. બ્રહ્મભટ્ટ, દત્તેશના પત્નિ ખુશ્બુબહેન, વિમલ એચ. બ્રહ્મભટ્ટ, અનેરી ફ્લેટમાં રહેતા ભાવનાબહેન શૈલેષ રાવ પાસેથી 3 ટકા વ્યાજે ટુકડે ટુકડે રકમ લેવાનું શરૂ કર્યું હતું. જોકે, તે હાલ વધીને 7 ટકાથી 10 ટકા સુધીનું પહોંચી ગયું છે. કલ્પેશભાઇએ કુલ 91 લાખની રકમ છ વ્યક્તિ પાસેથી લીધી હતી. જેની સામે તેઓએ ચેક અને રોકડા રૂ.4,53,63,370 ચુકવ્યાં છે. છતાં લેણી રકમ ઉભી જ રહી છે. આ રકમ વસુલવા વ્યાજખોરો છેલ્લા કેટલાક સમયથી તેમને અને તેમના પરિવારને ત્રાસ આપવાનું શરૂ કર્યું છે.

આ અંગે કલ્પેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મોન્ટુએ તેઓના કેટલાક માથાભારે વ્યક્તિને બોલાવી મારા, મારી પત્ની શિલ્પાબહેનને નોટરી પાસે લઇ જઇ બળજબરીપૂર્વક લખાણ લખાવી લીધું છે. જોકે, તેમાં શું લખાણ છે. તે ખબર નથી. પરંતુ દર મહિને વ્યાજ આપવામાં મોડું થાય તો પેનલ્ટી રૂપે રૂ.50 હજાર લેતાં હતાં. જેના કારણે મારી આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી પડી ગઇ છે. તેઓના ત્રાસથી મારા પરિવારના સભ્યોનુ જીવવાનું હરામ થઇ ગયું છે. અમે બધા અમારૂ ઘરબાર છોડી ભાગતા ફરીએ છીએ. વ્યાજખોરો તમામ લોકો મને મારા પરિવારને ટેલીફોન કરી જાનથી મારી નાંખવાની ધાક ધમકીઓ આપે છે.

જેમાં 18મી ઓગષ્ટ,2020ના રોજ રાત્રિના આશરે સાડા દસેક વાગ્યાના સુમારે મોન્ટુએ મને તથા 18મી ઓગષ્ટના રોજ સાંજના સાડા છ વાગ્યાના સુમારે પીન્કીબહેને મને ફોન કરી ખૂબ જ અપશબ્દો બોલી મારા પરિવારના સભ્યોને જાનથી મારી ખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત એકાદ મહિના પહેલા મને તથા મારી પત્નીને મોન્ટુએ કિડની સર્કલ પાસે બોલાવી કેમ બાકીના પૈસા આપતો નથી ? તેમ કહી ગડદાપાટુનો મારમાર્યો હતો. આ ત્રાસથી પરિવારજનો હતાશ થઇ ગયા છીએ. નડિયાદ ટાઉન પોલીસે સુનીલ ઉર્ફે મોન્ટુ દિલીપ રાવ, દત્તેશ દીલીપ રાવ, પિન્કીબહેન શૈલેષ બ્રહ્મભટ્ટ, ખુશ્બુબહેન દક્ષેશ રાવ, વિમલ એચ. બ્રહ્મભટ્ટ, ભાવનાબહેન શૈલેષ રાવ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...