તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

18+માં રસીકરણનો ઉત્સાહ:જિલ્લામાં પ્રથમ દિવસે 4502નું વેક્સિનેશન, 45+ના 3,689 લોકોને પણ રસી અપાઇ

નડિયાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ શહેરમાં સંતરામ આંખની હોસ્પિટલ તેમજ હરિદાસ હોસ્પિટલ જેવા સેન્ટરો પર સવારથી જ લાંબી લાઇનો જોવા મળી હતી. જ્યારે અન્ય તાલુકા મથકો પર નક્કી કરાયેલ અર્બન સેન્ટર અને પીએચસી કેન્દ્રો પર વ્યવસ્થા કરાઇ હતી. - Divya Bhaskar
નડિયાદ શહેરમાં સંતરામ આંખની હોસ્પિટલ તેમજ હરિદાસ હોસ્પિટલ જેવા સેન્ટરો પર સવારથી જ લાંબી લાઇનો જોવા મળી હતી. જ્યારે અન્ય તાલુકા મથકો પર નક્કી કરાયેલ અર્બન સેન્ટર અને પીએચસી કેન્દ્રો પર વ્યવસ્થા કરાઇ હતી.

ખેડામાં આજથી 18 થી 44 વયના યુવાનોનું રસીકરણનો ઉત્સાહભેર પ્રારંભ થયો હતો. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આજે 5 હજાર યુવાનોને રસી આપવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો. જેની સામે 4,502 યુવાનોએ રસી લીધી છે. ખેડા જિલ્લાના 25 થી વધુ કેન્દ્રો પર યુવાનોની લાઇનો લાગી હતી. જિલ્લાના 10 તાલુકા મથકો પર 25 જેટલા સેન્ટરો ઉભા કરાયા હતા.

ફરજિયાત રજીસ્ટ્રેશનના કારણે 4,502 યુવાઓનું જ રસીકરણ શક્ય બન્યું હતુ. જ્યારે બીજી તરફ 45 પ્લસ ના 3,689 લોકોને રસી મળી હતી. જેમાંથી 2,433 લોકોએવા હતા જેઓએ રસીનો ફસ્ટ ડોઝ જ્યારે 1,256 લોકોએ બીજો ડોઝ લીધો છે.

વસોમાં સૌથી વધુ ઃ મહુધામાં સૌથી ઓછું

તાલુકોસેન્ટરટાર્ગેટરસીકરણટકાવારી
ગળતેશ્વર120018090%
કપડવંજ360055092%
કઠલાલ240034392%
ખેડા240036085%
મહુધા120016683%
માતર120018391%
મહેમદાવાદ240035789%
નડિયાદ102000182091%
ઠાસરા240035288%
વસો120019799%
કુલ2550004,50290%
અન્ય સમાચારો પણ છે...