ગ્રામ પંચાયતની ચૂંટણી:ખેડામાં 520 માંથી 432 ગ્રામ પંચાયતની ડિસેમ્બરમાં ચૂંટણી

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 432 સરપંચની બેઠકો ઉપરાંત પંચાયતના 3862 વોર્ડ સભ્યો માટે મતદાન, કુલ 9,95,745 લાખ મતદારો મતદાન કરશે
  • ખેડા જિલ્લામાં ડિસેમ્બરમાં યોજાનારી ચૂંટણી 88 ગ્ર.પં.માં નહીં થાય

ખેડા જિલ્લામાં ડિસેમ્બર મહિનામાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણી માટે તંત્ર કામે લાગ્યું છે. મતદાર યાદીમાં સુધારા સાથે વધુને વધુ મતદારો મતદાન મથક સુધી પહોચે તે માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરાઈ છે. વિધાનસભા ચૂંટણી પહેલા મોટામાં મોટી ચૂંટણી હોઈ તંત્ર કોઈ કચાસ રાખવા ઇચ્છતા નથી. આ માટે ચૂંટણી વિભાગ દ્વારા મતદાર યાદી સુધારણા પણ ચાલી રહી છે.

જિલ્લાની કુલ 520 પૈકી 432 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાનાર હોય તંત્ર દ્વારા 1233 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. જ્યાં 5,13,616 પુરુષ મતદારો અને 4,82,107 સ્ત્રી મતદારો મળી કુલ 9,95,745 મતદારો મતદાન કરશે. ખેડા જિલ્લામાં ચૂંટણી વિભાગે આગામી ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આમ તો ચૂંટણી વિભાગ દ્વારા વિધિવત ચૂટણીનો કાર્યક્રમ જાહેર નથી કર્યો પણ ડિસેમ્બરમાં ચૂંટણી થવાના દિશા નિર્દેશ આપી દીધા છે.

સમગ્ર રાજ્યમાં હજારો ગ્રામ પંચાયતની ચૂંટણી ડિસેમ્બરમાં થશે. જેમાં ખેડા જિલ્લાની 432 ગ્રામ પંચાયત નો પણ સમાવેશ થાય છે. આ 432 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં જિલ્લાના 9,95,745 મતદારો ભાગ લેશે. આ ચૂંટણીમાં જિલ્લાના કુલ 1233 મતદાન મથકો (બુથ) ઉપર મતદાન થનાર છે. ઉલ્લેખનીય છેકે ગ્રામ પંચાયતોમાં સરપંચ ઉપરાંત વોર્ડ સભ્યોની ચૂંટણી માટે મતદાન થશે. જિલ્લામાં 432 સરપંચની બેઠકો ઉપરાંત 3862 વોર્ડ સભ્યોની બેઠકો માટે પણ મતદાન થશે.

બે ગ્રામ પંચાયતનું વિભાજન થયા બાદ હવે ચૂંટણી મુલતવી રાખવામાં આવી
ખેડા જિલ્લામાં કુલ 434 ગ્રામ પંચાયતની ચૂંટણી થવાની હતી. પરંતુ કઠલાલ તાલુકાની ગુંગળીયા ગ્રામ પંચાયત અને ઠાસરા તાલુકાની કાલસર ગ્રામ પંચયાતનું વિભાજન થયેલ છે. જેથી આ બન્ને પંચાયતોની ચૂંટણી આ ડિસેમ્બર-21 ની ચૂંટણીમાં યોજાશે નહી. આ બન્ને ગ્રામ પંચાયતની નવેસરથી વોર્ડ રચના, બેઠકોની ફાળવણી તેમજ તેના સરપંચની બેઠકોની ફાળવણી કરવાની થાય છે. તેમજ તેની મતદાર યાદી તૈયાર કરવાની કામગીરી માં સમય જાય તેમ હોવાથી આ સમયે તેની ચૂંટીઓ યોજવામાં આવશે નહીં. આ બંને પંચાયતની ચૂંટણી એપ્રિલ-22 માં યોજાશે.

ઇવીએમ નહીં, બેલેટ પેપરથી જ મતદાન થશે
ખેડા જિલ્લામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી ઉપરાંત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જેવી કે નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી ઇવીએમ થી જ મતદાન થાય છે. પરંતુ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં બેઠકો ખૂબ જ વધારે હોવાથી એટલી મોટી માત્રામાં ઈવીએમ ફાળવવા મુશ્કેલ હોઈ અત્યાર સુધી બેલેટ પેપરથી જ મતદાન થયુ છે. અને આગામી ચૂંટણીમાં પણ બેલેટ પેપર થી જ મતદાન થશે.

પંચાયત મુજબ મતદાન મથકોની સ્થિતિ

તાલુકોગ્રામ પંચાયતમતદાન મથક
નડિયાદ (ગ્રા)49205
માતર3288
ખેડા2873
મહેમદાવાદ59187
મહુધા3793
કઠલાલ49162
કપડવંજ98217
ઠાસરા46102
ગળતેશ્વર1945
વસો1561
કુલ4321233

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...