તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કાળ:બાલાસિનોરના દસ સહિત મહીસાગરમાં 43 પોઝિટિવ

બાલાશિનોર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં કોરોનાના કુલ 2592 પોઝીટીવ કેસ નોંધાયા
 • આજે ૩૦ દર્દી સ્વસ્થ થતાં તેમને રજા આપવામાં આવી

કોરોના વાયરસની સામે લડવા કેન્દ્ર અને રાજય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. કોરોના સામે લડવા લોકોની જાગૃતિ એટલી જ જરૂરી છે. જાગૃતિ અને સાવધાની એ જ બચાવનું શ્રેષ્ઠ માધ્યમ સાબિત થયા છે. મહીસાગર જિલ્લામાં આજે બાલાસિનોર તાલુકાની 05 સ્ત્રી, 05 પુરૂષ, કડાણા તાલુકાની 05 સ્ત્રી, 05 પુરૂષ, ખાનપુર તાલુકામાં 3, લુણાવાડા તાલુકામાં 5, સંતરામપુર તાલુકામાં 10 , વિરપુર તાલુકામાં 5 કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. આમ, જિલ્લામાં કોરોના (COVID-19)ના અત્યાર સુધીમાં 2592 કેસ પોઝીટીવ નોધાયા છે.

આજે જિલ્લામાં સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી 30 દર્દીઓએ કોરોનાને મ્હાત આપતાં રજા આપી છે. આમ, જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 2290 દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે. જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે 9 વ્યક્તિનું મૃત્યુ થયા છે. જયારે અન્ય કારણથી 39 દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ 48 મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનલફલુ / કોરોનાના કુલ 151554 રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના 485વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇલ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.

મહીસાગર જિલ્લામાં કોરોના પોઝીટીવના કારણે 21 દર્દી ડીસ્ટ્રીકટ હોસ્પિટલ-લુણાવાડા, 200 દર્દી હોમ આઇસોલેશન, 13 દર્દી એસ. ડી.એચ.સંતરામપુર અને 20 દર્દી અન્ય જિલ્લા ખાતે સારવાર હેઠળ છે. કોરોના પોઝીટીવ આવેલ દર્દીઓ પૈકી 230 દર્દીઓ સ્ટેબલ અને 19 દર્દીઓ ઓક્સિજન પર અને 05 વેન્ટીલેટર પર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો