તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેપારીઓને હક્ક આપવો જોઇએ:41 વર્ષ ભાડું અને ટેક્સ વસુલ્યો, હવે દુકાનો ખાલી કરાવે તે કેટલું યોગ્ય?

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ન.પા રીપેર ના કરાવી શકતી હોય તો વેપારીઓને હક્ક આપવો જોઇએ

નડિયાદ નગર પાલિકા શોપિંગ સેન્ટરની 03 દુકાનોના છજા ગઈકાલે વહેલી સવારે તૂટી પડ્યા હતા. જોકે વહેલી સવારે ઘટના બની હોય કોઈ ને જાનહાનિ થઈ ન હતી. ઘટના બાદ ચીફ ઓફિસર પ્રણવ પારેખે જણાવ્યું હતુ કે 60 દુકાનદારોને એક વર્ષ અગાઉ નોટિસો આપવામાં આવી છે. જેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે દુકાનદારોએ દુકાન ખાલી કરી દેવી નહીતો જે કોઇ દુર્ઘટના બને તે માટે તેઓ પોતે જવાબદાર છે.

એક વર્ષ બાદ ફરીવાર છજા પડવાની ઘટના સામે આવતા હવે સોમવારના રોજ નગરપાલિકા ફરી એકવાર દુકાનો ખાલી કરવા બાબતે વેપારીઓ ને નોટિસો આપવાની છે. ત્યારે વેપારીઓ એ સમગ્ર મામલે વિરોધ નોંધાવ્યો છે. રવિવારના રોજ દુકાનના માલિક ભેગા થયા હતા. તેઓએ રજૂઆત કરી છે કે દુકાનો ખાલી કરવી કે દુકાનો તોડી પાડવી તે કોઇ સમસ્યાનો ઉકેલ નથી. જો નગર પાલિકા દુકાનો ખાલી કરાવશે તો 60 વેપારીઓ રાતોરાત રસ્તા પર આવી જશે. આ 60 દુકાનો પર 250 થી વધારે લોકોના પરિવારનું ગુજરાન ચાલે છે.

ત્યારે નગર પાલિકાએ વચલો રસ્તો નીકળવો જોઈએ. 41 વર્ષ જુની આ દુકાનોમાં કોઇ 30 તો કોઇ 35 વર્ષથી પોતાના વ્યવસાય ચાલાવી રહયું છે. આ લોકેસન પર કેટલાક તો એવા વ્યવસાય સ્થાઇ થયા છેકે તેઓને શહેરન અન્ય ભાગમાં સ્થળાંતર પણ કરી શકાય તેમ નથી. ત્યારે નગરપાલિકા કોઇ વચલો રસ્તો નીકળે તેવી માંગ વેપારીઓ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...