તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:ખેડામાં 3 દિવસમાં જ 400 કેસ, સિવિલમાં દાખલ થવા 20 કલાક રાહ જોવાનો વારો

નડિયાદ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
નડિયાદ સિવિલમાં એમ્બ્યુલન્સની લાઇન લાગતા દર્દીઓને એમ્બ્યુલન્સમાં જ ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે. - Divya Bhaskar
નડિયાદ સિવિલમાં એમ્બ્યુલન્સની લાઇન લાગતા દર્દીઓને એમ્બ્યુલન્સમાં જ ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે.
 • શહેરની હોસ્પિટલમાં બેડ ભરાઇ જતાં મેદાનમાં જ દર્દીઓનો ખડકલો જામ્યો
 • પરિવારજનોને બેડ ખાલી નહી હોવાથી દર્દીને લઇને હોસ્પિટલોમાં ધરમધક્કા ખાવા પડે છે

ખેડા જિલ્લાની કોરોનાના કેસોની બાબતે પરિસ્થિતિ વણસી રહી છે. જિલ્લામાં એપ્રિલ માસના છેલ્લા પખવાડિયામાં થયેલા ઉછાળા બાદ હોસ્પિટલો ચિક્કાર ભરાઈ ગઈ છે. જિલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને દાખલ કરવા માટે પરિવારજનો ધરમના ધક્કા ખાવા મજબૂર બન્યા છે. એપ્રિલ માસમાં 2400થી વધુ કેસ નોંધાયા છે. ત્યારબાદ મે મહિનાના પ્રથમ બે દિવસમાં જ 400 જેટલા કેસ નોંધાયા છે.

આ પરિસ્થિતિમાં નડિયાદ સહિતની જિલ્લાની તમામ હોસ્પિટલોમાં કોવિડના બેડ ખૂટી પડ્યા છે. જેના કારણે દર્દીઓને હોસ્પિટલમાં લઈને જતી 108ને 15થી 20 કલાકની રાહ જોવાની ફરજ પડી રહી છે. આવા જ દ્રશ્યો આજે નડિયાદ સિવિલમાં સામે આવ્યા હતા. નડિયાદ સિવિલમાં આજે એક સાથે 12 જેટલી 108 અને અન્ય એમ્બ્યુલન્સ વાન દર્દીઓને દાખલ કરવા રાહ જોતી ઉભી હતી. બેડ ખાલી ન થાય ત્યાં સુધી દર્દીને બેડ ફાળવી શકાતો નથી. જેથી મજબૂરી વશ એમ્બ્યુલન્સમાં જ દર્દીની સારવાર ચાલુ રાખવાની ફરજ પડે છે. સિવિલની બહાર ઉભેલી તમામ 108માં મોટા ભાગના દર્દીઓને ઓક્સિજન આપવાનું ચાલુ હતુ.

આ સંદર્ભે નડિયાદ સિવિલમાં દર્દીઓને ખસેડવાનું કારણ તપાસવાનો પ્રયત્ન કરતા જાણવા મળ્યુ હતુ કે, જિલ્લાના અન્ય તાલુકાઓમાં આવેલી સરકારી હોસ્પિટલમાં અપૂરતી સુવિધાઓ છે. જેના કારણે ત્યાં દાખલ કરવામાં આ‌વતા દર્દીઓને જરૂરી સુવિધા ન આપી શકતા તેને નડિયાદ સિવિલ ખાતે ખસેડવા માટે જણાવાય છે. જેથી પરિવારજનો પોતાના સ્વજનને બચાવવા માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ તરફ દોડ મૂકી રહ્યા છે. પરંતુ સિવિલમાં બેડ ફુલ હોવાથી 15થી 20 કલાક રાહ જોયા બાદ દર્દીને બેડ મળવાની શક્યતાઓ રહે છે.

છીપયેલના ચિમનભાઈ ડાભીના પરિવારજનો સતત 18 કલાકથી બેડની વાટ જોઇ રહ્યા છે
કઠલાલના છીપયેલના ચિમનભાઈ ડાભીના પરિવારજનો સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે, અઠવાડિયાથી ચિમનભાઈની તબિયત નાદુરસ્ત હતી. રિપોર્ટ કરાવતા કોરોના પોઝીટીવ કઠલાલમાં સુવિધા ઉપલ્બ્ધ ન હોવાથી તેમને નડિયાદ સિવિલ ખાતે ખસેડવાની ફરજ પડી હતી.

તા. 2 મેના રોજ તેમને 108 મારફતે નડિયાદ સિવિલ ખાતે લવાયા હતા. તેમને 108માં જ ઓક્સિજન અપાઈ રહ્યો છે. તેઓ સાંજે 6થી બીજા દિવસે તારીખ 3 મેના રોજ 1 વાગ્યે પણ સિવિલમાં બેડ માટે રાહ જોઈ રહ્યા છે. તેમજ હજુ લાઈનમાં 5માં નંબરે છે. જેથી વધુ 6થી 8 કલાક બાદ તેમને બેડ મળે તેવી શક્યતા છે.

કોરોનાગ્રસ્ત મંગુબેન અને તેમના સગા લાચાર બની તાપમાં તપી રહ્યાનું દ્રશ્યમાન થયું
નડિયાદ સિવિલમાં પડતી હાલાકી મુદ્દે વરવા દ્રશ્યો સામે આવ્યા હતા. નડિયાદ સિવિલમાં આજે કપડવંજના અલવા ગામથી 50 વર્ષિય મંગુબેન રાઠોડને લાવવામાં આવ્યા હતા. તેઓને 11 વાગ્યાથી નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા. પરંતુ આગળ 12 જેટલી 108 વેઈટીંગમાં હતી. જેથી તે સિવિલના મુખ્ય દ્વારની પાસે 108માં હતા. તેમજ તેમની એમ્બુયલન્સ છાંયડાના અભાવે 3 કલાકથી તાપમાં ઉભી હતી. તેઓ ઓક્સિજન સાથે 108માં જ સારવાર લઈ રહ્યા હતા. તેમજ તેમના પરિવારજનો પણ મંગુબેન પાસે લાચાર બની તાપમાં તપી રહ્યા હોવાનું દ્રશ્યમાન થયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો