તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:રાજીવનગર રાયોટીંગના ગુનામાં વધુ 4 ની ધરપકડ

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નડિયાદ પોલીસે કોર્ટમાં રજૂ કરાયા

નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં ટેલિફોન એક્સચેન્જ નજીક રાજીવનગરમાં ભરવાડ કોમના બે જૂથ વચ્ચે હિંસક મારામારી બાદ પોલીસે આજે ફરી સફળતા મેળવી છે. પશ્ચિમ પોલીસે 4 આરોપીઓની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરતા તેઓ જામીન પર મુક્ત થયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, નડિયાદ રાજીવનગરમાં ભરવાડ સમાજના બે જૂથ વચ્ચે તળાવમાંથી માટી કાઢવા બાબતે બોલાચાલી બાદ પથ્થર મારો અને હિંસક ઝડપ થઈ હતી. જેમાં પોલીસે બંને પક્ષની રાયોટીંગની ફરિયાદ દાખલ કર્યા બાદ 8ની અટકાયત કરી હતી. ત્યારે આજે વધુ 4ની અટકાયત કરાઈ છે. જેમાં નવઘણભાઈ ભરવાડ, કાળાભાઈ ભરવાડ, કમાભાઈ ભરવાડ, જીજાભાઈ ભરવાડની પોલીસે ધરપકડ કરી હતી. તેમજ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ચારેય ઈસમોને જામીન પર મુક્ત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...