તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:બોરકુવાનું પાણી આપી હિસ્સેદારી લેવા જતા 4 ઈસમોએ હુમલો કર્યો

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસમાં

ગળતેશ્વરના વનોડા તાબે ખેતીમાં બોરકુવાનું પાણી આપી નિયત કરેલી હિસ્સેદારી લેવા ગયેલા ખેડૂતને 4 ઈસમોએ માર માર્યો છે. તેમજ ફરીથી ભાગની વાત કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો સેવાલિયા મથકે પહોંચ્યો છે. હાલમાં ચોમાસુ સીઝનની ખેતીને લઇને સિંચાઇના પાણી સહીતની સમસ્યાઓ કેટલાક વિસ્તારોમાં સર્જાઇ છે ત્યારે ખેડૂતોમાં બોલાચાલીના બનાવો વધી રહ્યા છે.વનોડાના ઢેકારીયા સીમમાં રણછોડભાઈ સોલંકી ત્રણ વર્ષથી કાંતીભાઈ ખાંટનું ખેતર ગીરે રાખી વાવેતર કરે છે.

તેમજ ખેતરમાં પાણી બાજુના ખેતરના માલિક શીવાભાઈ ખાંટ પાસે ત્રીજા ભાગે લે છે. આજે શીવાભાઈ ખાંટ બાજરીના પાકમાં ભાગ લેવા જતા ફળિયામાં રહેતા કાંતીભાઈ ખાંટ ત્યાં આવી બાજરીનો ભાગ લેવાનો નથી, આ અમારો ભાગ છે, તેમ જણાવ્યુ હતુ.

આ બાબતે માથાકૂટ થતા કાંતીભાઈએ ઉશ્કેરાઈને શીવાભાઈ સાથે મારામારી કરી હતી અને તેમના દિકરા સંજયે તેમજ ફળિયામાં રહેતા રામસિંહ સોલંકી અને સંગીતાબેન સોલંકીએ પણ શીવાભાઈ અને તેમના પત્નિને માર માર્યો હતો. જ્યાં બુમાબુમ થતા શીવાભાઈનો દિકરો અને તેની વહુ આવી તેમને છોડાવ્યા હતા. કાંતીભાઈ અને તેમનો દિકરો સંજય જાનથી મારી નાખવાની ધમકી આપી ચાલ્યા ગયા હતા. આ અંગે સેવાલિયા પોલીસ મથકે ચારેય ઈસમો વિરુદ્ઘ ફરિયાદ નોંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...